Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજપીપળામાં લાઉડ સ્પીકર સાથે ફરતી કચરાની ગાડી શરૂ થતા અમુક વિસ્તારોમાંથી સફાઈ કામદારો ગાયબ.?!!

"ગાડી વાલા આયા કચરા નિકાલ" ના ગીત સાથે ફરતા વાહનો ચાલુ થતાંજ અમુક વિસ્તારો માં સફાઈ કામદારો જોવા મળ્યાં ન હોવાથી માર્ગો પર ગંદકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા વાહન શરૂ કરાયું અને એ પણ ગીત સાથેની નવી પદ્ધતિ મુજબ ફરતું વાહન લોકો એ આવકાર્યું પરંતુ શહેર ના મુખ્ય માર્ગો સિવાયના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ ગીત વાળુ વાહન શરૂ થતાં ની સાથેજ સફાઈ કામદારો ગાયબ થઈ ગયા હોય નાની ગલીઓમાં થઈ રહેલી ગંદકીની સફાઈ પર જરાક પણ ધ્યાન અપાતું નથી જોકે હાલ ચારેક દિવસ થી પડી રહેલા વરસાદના પાણીમાં ગલીઓ સાફ થઈ જતું હોય પરંતુ આડેધડ ફરતા જાનવરો ના મળ મૂત્ર ના કારણે થતી ગંદકી આ સાંકડી ગલીઓ માં રહેતા લોકો માટે બીમારીનું ઘર ઉભું કરે તેવી દહેશત સતાવી રહી છે.ત્યારે રાજપીપળા ના બહુચરાજી મંદિર થી શ્રીનાથજી મંદિર, સિંધીવાડ,ભાટવાડા,સામ્રાજ્ય કોમલેક્સ,દરબાર રોડ પારેખ ખડકી સહિત અનેક વિસ્તારોમાં સફાઈ અનિયમિત થતી હોવાની બુમ ની સાથે સાથે કચરુ લેવા ફરતા વાહનો માં અતિશય દુર્ગંધ મારતા કચરુ વાહન માં આપતી ગ્રીહિણીઓને પણ રોગચાળાનું જોખમ હોય વાહનો ની સફાઈ જરૂરી છે.

 જોકે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નિયમિત પગાર ન મળતા ઘણા હંગામી સફાઈ કામદારો અન્ય જગ્યા પર કામ કરવા મજબૂર થયા હોય ત્યારે ગણતરી ના જ કામદારો હોવાના કારણે આવી સ્થિતિ બની હોય શકે માટે મુખ્ય અધિકારી હાલ ચોમાસા ની સીઝન માં કોઈ રોગચાળો ન ફાટે તે માટે તકેદારી રાખે એ જરૂરી બન્યું છે.
 કર્મચારીઓ ઓછા કરી કામ લેતા પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલ રાજપીપળા શહેર ના લોકો ને કોરોના ની સાથે સાથે અન્ય બીજા રોગચાળા માં પણ ધકેલશે તેવો ડર લોકો ને સતાવી રહ્યો હોય ત્યારે સફાઈ જેવી બાબતે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

(10:20 pm IST)