Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજપીપળા ટેકરા ફળીયામાં જુગાર રમતા ચાર જુગારીઓને ૨૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલસીબી નર્મદા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક, નર્મદા એ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના આપતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે રાજપીપળા ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં દરમ્યાન બાતમી મળેલ કે ટેકરા ફળીયા ખાતે કેટલાંક વ્યક્તિઓ પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ  હતી

 આ બાતમી આધારે સી.એમ.ગામીત,પો.સ.ઇ.એલ.સી.બી. તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા કેટલાક વ્યક્તિઓ ટોળુ વળીને જુગાર રમી રહેલ હોય તેમને ઝડપી પાડ્યા હતા જેમાં (૧) જીગ્નેશ જયેશભાઇ વસાવા રહે. મોતીબાગ રાજપીપળા (ર)ઉમંગ નગીનભાઇ વસાવા(૩)રાકેશ રાજુ ભાઇ વસાવા (૪) નીતીનભાઇ વિજયભાઇ વસાવા ત્રણેવ રહે.ટેકરા ફળીયા રાજપીપળાને ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ.૨૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી તેમની વિરૂધ્ધ જુગારધારા મુજબ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:26 pm IST)