Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

નડિયાદ હાઈવે નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : 5 લોકોના કરૂણમોત મોત: 3 ગંભીર

રાતે પીજ ચોકડી પાસે નડિયાદથી અમદાવાદ જતી લકઝરી કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે જોરદાર ટક્કર

નડિયાદ : રવિવારની રાતે નડિયાદ નેશનલ હાઈવે નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત થયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતાં. આ અકસ્માત ત્યારે થયો જ્યારે નડિયાદથી અમદાવાદ જઈ રહેલી કાર એકબીજા સાથે ટકરાઈ હતી. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અકસ્માતમાં મૃત પામેલા લોકોમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષ હતાં. નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાય હતો.

અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

(11:47 pm IST)