Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજ્ય ભરમાં શ્રાવણના સરવડાને બદલે ધમાકેદાર વરસાદ:કચ્છમાં મેઘો રીઝ્યો:.માંડવી અને મુન્દ્રા 5.5 ઇંચ

પૂર્વ-મધ્ય અને દક્ષીણ ગુજરાત પંથકમાં ૧ થી 5 ઇંચ:ઉત્તર ગુજરાત માં ૧ થી 4 ઇંચ વરસાદ:ઉકાઈ ડેમમાંથી હજુ પણ ૧,00,૦૦૦ ક્યુસકે પાણી છોડાતા ભારે હાલાકી

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી):    શ્રાવણ માસના અંતિમ દિવસોમાં સરવડાને બદલે મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસી રહ્યા છે.

 છેલ્લા 24 કલાક માં રાજ્યના ૩૩ જીલ્લાના ૧૯૨ તાલુકાઓ માં ૧ મીમીથી લઇ ૧૩૩ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્ય માં સીઝનનો કુલ ૮૦ % જેટલો વરસાદ નોંધાયો છે
 એટલુજ નહિ બંગાળની ખાડી માં સર્જાયેલ લો પ્રેશર તેમજ અન્ય એક સીસ્ટમ સક્રિય બનતા રાજ્ય ભરમાં હજુ પણ આગામી ૯૬ કલાકમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.દક્ષીણ ગુજરાત પંથકના ઉકાઈ ડેમની જળસપાટી ઇન્ફ્લો ને પગલે સતત વધતા ડેમની રુલ લેવલ સપાટી જાળવી રાખવા અહી થી મોટી માત્રામાં પાણી છોડાય રહ્યું છે જેને પગલે તાપી ગાંડીતુર થઇ છે તેમજ કોઝવે પણ સતત ઓવરફલો થઇ રહ્યો છે

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૩૪.11 ફૂટે પોહોચી છે  ડેમ માં ૮3,૩૦૭ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે ૯૭,૭૨૭ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ સુરત પંથક ની કોઝવે ની જળસપાટી  સતત વધી ને ૮.૩૮ મીટરે પોહોંચી છે જેને પગલે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે

   સુરત પંથક માં ખાડીપુર આવતા અનેક વિસ્તારો ના ઘરો તેમજ દુકાનો માં પાણી ફરી વળતા ભારે ખુંવારી થઇ છે આજે સવારે સાત કલાકે શહેર ની ખાડીઓ ની સ્તીથી જોઈએ તો કાકરા 6.૧૦ મીટર,ભેદવાડ ખાડી 5.50 મીટર, ભાઠેના ખડી 6.20 મીટર સીમાડા ખાડી 4.20 મીટર કે આ તમામ ભયજનક લેવલ થી નીચે છે .
    પરંતુ શહેર ની મીઠી ખાડી કે જેની ભયજનક સપાટી ૭.૫૦ મીટર છે જે આજે સવારે સતત વધી ને ૮.૨૫ મીટર ઉપર વહી રહી છે જેને પગલે પ્રજાજનો ને ભારે હાલાકી ઉભી થવા પામી છે
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર  છેલ્લા 24 કલાક માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...
   માંડવી ૧૩૩ મીમી,મુન્દ્રા ૧૩૨ મીમી,વાલોડ ૧૨૭ મીમી,તારાપુર ૧૨૪ મીમી,નેત્રંગ ૧૨૧ મીમી,વાલિયા ૧૧૪ મીમી,ખંભાત ૧૦૮ મીમી,ભિલોડા ૧૦૬ મીમી,મહુવા ૯૬ મીમી,ધરમપુર ૯૫ મીમી,વડાલી ૯૨ મીમી,નવસારી ૮૮ મીમી,ઇડર અને વ્યારા ૮૪-૮૪ મીમી,તિલકવાડા ૭૨ મીમી,સુબીર ૭૧ મીમી,બોરસદ ૭૦ મીમી,જલાલપોર ૬૯ મીમી,ભરૂચ ૬૭ મીમી,દિયોદર 66 મીમી,ગાંધીધામ ૬૪ મીમી,પેટલાદ ૬૩ મીમી વરસાદ નોંધાયો છે .
    આ ઉપરાંત સતલાસણા અને ગરુડેશ્વર ૫૯-૫૯ મીમી,પલસાણા ૫૩ મીમી,ડીસા ૫૨ મીમી,સોજીત્રા અને ચોર્યાસી 50-50 મીમી,પોસીના અને બારડોલી ૪૮-૪૮ મીમી,ઝઘડિયા ૪૫ મીમી,પાદરા અને નાંદોદ ૪૪-૪૪ મીમી,સિનોર ૪૩ મીમી,ડેડીયાપાડા ૪૧ મીમી,ખેરાલુ અને આણંદ ૪૦-૪૦ મીમી,કવાંટ ૩૯ મીમી,ધોલેરા અને છોટાઉદૈપુર ૩૮-૩૮ મીમી,દાંતા અને ગણદેવી ૩૭-૩૭ મીમી,નસવાડી ૩૬ મીમી,લખપત ૩૫ મીમી વરસાદ નોંધાયો છે..
    તો જેતપુર પાવી અને વાંસદા ૩૨-૩૨ મીમી,અંકલેશ્વર ૩૧ મીમી,વડનગર અને સોનગઢ ૩૦-૩૦ મીમી,ડોલવણ અને ચીખલી 28-28 મીમી,અંક્લાવ ૨૭ મીમી,અમીરગઢ,સાવલી,સંખેડા અને વઘઈ ૨૫-૨૫ મીમી,સુઈગામ 24 મીમી,અંજાર અને માંડવી ૨૩-૨૩ મીમી,વડગામ,વાસો અને હાલોલ ૨૨-૨૨ મીમી,જાંબુઘોડા,કપરાડા અને વલસાડ ૨૧-૨૧ મીમી,દશ્કોઈ,માંગરોળ,ઉમરપાડા અને આહવા માં 20-20 મીમી વરસાદ નોંધાયો છે
  આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે મેઘરાજા દક્ષીણ ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તારો માં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ છે.

(10:33 am IST)