Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

આઇબીપીએસ દ્વારા પ્રોબેશનરી ઓફિસર તથા મેનેજમેન્ટ ટ્રેઇનીની ૧૪૧૭ જગ્યાઓ ભરાશે

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૬ ઓગષ્ટ - વિવિધ નેશનલાઇઝડ બેન્કસમાં ભરતી થશેઃ સ્નાતક હોવા જરૂરી

રાજકોટ તા.૧૭: દેશનું યુવાધન વિવિધ ક્ષેત્રે રોજગારરૂપી નોકરી મેળવવા આતુર છે ત્યારે દેશની અલગ-અલગ નેશનલાઇઝડ બેન્કસમાં પ્રોબેશનરી ઓફીસર તથા મેનેજમેન્ટ ટ્રેઇનીની કુલ ૧૪૧૭ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. જેમાં ર૬-૮-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજીમંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી સંસ્થાની વેબસાઇટ WWW.IBPS.IN ઉપર જઇને કરી શકાય છે.

ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (આઇ.બી.પી.એસ.) દ્વારા ર૦ર૧-રરના નાણાંકીય વર્ષ માટે દેશની વિવિધ બેન્કસમાં પી.ઓ. તથા મેનેજમેન્ટ ટ્રેઇનીની ભરતી થઇ રહી છે. ઓનલાઇન ભરતી પરીક્ષાનું આયોજન સંભવતઃ ઓકટોબર કે નવેમ્બર ર૦ર૦માં કરવામાં આવશે. આ બંને પદો માટે ગ્રેજયુએશન હોવું જરૂરી છે તથા ભારતીય ઉમેદવારની ઉંમર ૧ ઓગષ્ટ, ર૦ર૦ના રોજ ર૦ થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. સરકારના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ મળવાપાત્ર છે. જે બાબતની તમામ માહિતી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

આઇ.બી.પી.એસ. દ્વારા થનાર આ ભરતીમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, યુકો બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા વિગેરે દ્વારા જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ફી પણ ઓનલાઇન ભરવાની છે.

ભરતી માટે સૌપ્રથમ ઓનલાઇન પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા તબકકામાં ઓનલાઇન મેઇન પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ શોર્ટલીસ્ટેડ ઉમેદવારોને ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવશે. લેટેસ્ટ ઇન્ફર્મેશન તથા વિવિધ અપડેટસ માટે WWW.IBPS.IN વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(2:48 pm IST)