Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

આત્મનિર્ભર લોનની અરજી હવે ૩૦સપ્ટે. સુધી થઈ શકશે

રાજ્ય સરકારે ૧ મહિનો મુદત લંબાવી : ૨ લાખ સુધીની રૂ.૫૮૦ કરોડની લોન મંજુર થઈ છે

આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત બંને પ્રકારની લોન યોજનામાં અરજી કરવાની મુદત વધારાઈર્ં : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત લોન યોજનાનો મધ્યમ વર્ગના લોકોને બહોળા પ્રમાણમાં લાભ હજુ વધુ મળે તે હેતુસર આ લોન માટે અરજી કરવાની છેલ્લી ૩૧ ઓગસ્ટથી વધારીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીની કરી છે. અત્યાર સુધીમાં રાજયની સહકારી બેંકો અને મંડળીઓએ ૬૧૯૯૧ અરજદારોની રૂ. ૫૮૦ કરોડ લોન (૧ લાખ સુધી) મંજૂર કરી છે. રૂપિયા એકથી અઢી લાખ સુધીની જામીનવાળી લોન માટે રાજયમાં ૩૬૬૬ લોકોના રૂ. ૯૦.૩૨ કરોડ મંજૂર થયા છે.

(3:39 pm IST)