Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર બીજો એક કેદીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

તાજેતરમાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફરાર તિલકવાડાના એક કેદીને ઝડપ્યા બાદ વધુ એક ડેડીયાપાડાના કેદીને એલસીબી,નર્મદાની ટીમે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા,વિભાગ તથા હિમકર સિંહ,પોલીસ અધિક્ષક, નર્મદા ના માર્ગદર્શન મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ-ફ્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી.ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ,ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૫/૨૦૧૫ ઇ.પી.કો.ક્લમ ૩૭૬ તથા પોસ્કો એક્ટ ૪ મુજબના ગુનાના કામનો કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થતાં ડેડીયાપાડા પો.સ્ટે. બી-પાર્ટ નં. ૬૫૦/૨૦૨૦ પ્રિઝન એક્ટ ૫૧(૧) તથા ૫૧ (બી) મુજબ નો ગુનો નોંધવામાં આવેલ. જે ફરારી કેદીને પકડવા માટે બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે વિજયસિંહ ઉર્ફે વિજયભાઇ હિમ્મતભાઇ રાજપુત (રહે,થાણાફળીયા ડેડીયાપાડા જી. નર્મદા )નામનો ફરાર કેદી ડેડીયાપાડા ખાતે છે તેવી ચોક્કસ બાતમી ના આધારે એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે ડેડીયાપાડા ખાતે જઇ આ ફરાર કેદીને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરનીકાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે.
આમ તિલકવાડા ના એક ફરાર કેદી ને ઝડપી પાડ્યા બાદ હાલ ડેડીયાપાડાના ફરાર વધુ એક ફરાર કેદીને ઝડપી લેતા એલસીબી નર્મદા ની સફળ કામગીરી જોવા મળી છે.

(4:30 pm IST)