Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વલસાડના પારડીમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મોત : ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો : પતિ-પત્ની અને પુત્રનું મોત

પારડી પોલીસ ,એફએસએલની ટીમ અને ડીવાયએસપી એમ.એન.ચાવડા અને ટીડીઓ અને મામલતદાર પણ સ્થળ વિઝીટ કરી પરિવારને સાંત્વના આપી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં એક જ પરિવાર ના પતિ પત્ની અને પુત્રને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત થયું હતું.જ્યારે 60 વર્ષીય મહિલાને ઇજા થતાં સારવાર માટે પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

 .પારડી તાલુકાના પરિયા ગામે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં ઉપેશભાઈ પટેલ સવારે 7 વાગ્યે ઘર આંગણે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતા બુમાબુમ થઇ હતી અને તેમને બચાવવા પોહચેલા તેમના પત્ની કૈલાસબેન અને પુત્ર વિરલ પણ તેમના સંપર્ક માં આવતા તેઓને પણ જોરદાર ઝટકો લાગ્યો હતો.થયેલી બુમાબુમ ને પગલે નજીકમાં ઉભેલ 60 વર્ષીય વૃદ્ધા પણ દોડી જતા તેમને પણ ઝટકો લાગ્યો હતો

 . ઘટનામાં થયેલ શોર બકોર ને કારણે આસપાસના લોકો દોડી આવી વિજ પ્રવાહ બંધ કરી તાત્કાલિક તમામ ને પારડી મોહન દયાળ હોસ્પિટલમાં લઈ જતા તબીબે પતિ પત્ની અને પુત્ર ને મૃત જાહેર કરતા સમગ્ર ગામ શોકમગ્ન થયું હતું.એક સાથે એકજ પરિવારનાત્રણ લોકોના મોત થતા માતમ ફેલાયો છે ઘટનાની જાણકારી પારડી પોલીસ ને થતા પોલીસ સ્થળ ઉપર પોહચી હતી જ્યારે એફએસએલની ટીમ અને ડીવાયએસપી એમ.એન.ચાવડા અને ટીડીઓ અને મામલતદાર પણ સ્થળ વિઝીટ કરી પરિવારને સાંત્વના આપી હતી.

(5:59 pm IST)