Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સતત પડી રહેલ વરસાદના કારણોસર અનેક મકાનો જમીનદોસ્ત થયા

અમદાવાદ:જિલ્લાના વિરમગામ તાલુકામાં સતત વરસાદથી અનેક જગ્યાએ મકાનો જમીનદોસ્ત થયા છે. જેમાં તાલુકાના જાલમપુરા અને શાહપુર ગામમાં ૧૧ જેટલા મકાનો તૂટી પડતા ગરીબ પરિવારોનો આશરો છીનવાઇ ગયો છે ત્યારે આવા પરિવારોને સરકાર દ્વારા યોગ્ય સહાય કરાય તેવી માંગ ઊઠી છે.

શહેર-તાલુકામાં ધીમીધારે ખાબકેલા વરસાદથી નુકસાન ઃ ગરીબ પરિવારોને વળતર ચૂકવવા માંગણી

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા ગામમાં જાલમપુરા અને સહિત પંથકના ગામમાં બે દિવસમાં ભારે વરસાદને લીધે વરસાદી વાતાવરણ વચ્ચે આશરે ૧૦થી વધુ કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. વધુમાં તાલુકાના ઝોલાપુર ગામમાં પણ વરસાદી માહોલ વચ્ચે એક મકાન ધરાશાયી થયું છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જાલમપુરા સહિત વરસાદી પાણી જાલમપુરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઇને ભારે હાલાકી સર્જાય છે. 

(6:11 pm IST)