Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કલોલના જુદા જુદા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 6 જુગારીઓને 6.27 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

કલોલ:શહેરમાં આવેલી ગાયત્રી મોટર્સ નામની ગેરેજની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે દરોડો કરી જુગાર રમતા જગદીશ ગોવિંદભાઇ પટેલ રહે.બી/૨૦ શ્રીનાથ સોસાયટી છત્રાલ, ધવલ દશરથભાઇ પટેલ રહે.૧૨ સુર્યમંદિર સોસાયટી પંચવટી, કલોલ, દીપ અશોકભાઇ જયસ્વાલ રહે.વૈજનાથ નગર સોસાયટી બોરીસણા, મૌનીલ પ્રવીણભાઇ પટેલ રહે.૨૬ જયોતિકા પાર્ક હાઇવે કલોલ, સુનીલ પ્રહલાદભાઇ પટેલ રહે.રર, રાજધાની ટેનામેન્ટ બોરીસણા, ભાવિન અતુલભાઇ પરીખ રહે.૯, ગોવિંદધામ એપ૪ર્ટમેન્ટ કલોલને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૩૭,૪૧૦ની રોકડ તેમજ છ મોબાઇલ ફોન અને છ વાહનો મળી કુલ રૂપિયા ૬,૨૭,૪૧૦ નો મુદ્દામાલ કબ્જે લઇ જુગારીઓની સામે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા એક દરોડામાં કલોલમાં આવેલી સોમનાથનગર વિ.૧માં રાત્રે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે દરોડો કરી જુગાર રમતા મહેશ રમણલાલ પ્રજાપતિ રહે.એલ/૯ સોમનાથ નગર વિ.૧ કલ્યાણપુરા કલોલ, મહેશ પ્રકાશભાઇ રોહીડા રહે.કે/૧૦ સોમનાથ નગર વિ.૧, સુધીર ચીનુભાઇ શાહ રહે.એચ-૩૦૩ વ્હાઇટ હાઉસ હાઉવે કલોલને રૂપિયા ૩૧૨૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. સાંતેજ પોલીસે પણ બાતમીને આધારે સબાસપુરથી શેરિસા જતા રોડ પર આવેલા ખેતરમાં દરોડો કરી જુગાર રમતા મહેન્દ્ર રાયચંદ્ર જી. ઠાકોર રહે.સબાસપુર, અશોક જયરામભાઇ પટેલ રહે.સોલા ગામ, વિનોદ રમણભાઇ વાળંદ રહે.ઇલોરા એપાર્ટમેન્ટ થલતેજ, પારી રાજાજી થાંડા પાની મુદ્રલિયા રહે.જી-૪ એલ કે એપાર્ટમેન્ટ ગુરુકુળ રોડ અમદાવાદ, ઉમરખાન રહીમખાન બહેલીમ રહે.બહેલિમ વાસ હૈદરી ચોક મહેસાણા, કીર્તિ ગીરી રમેશ ગીરી ગોસ્વામી રહે.૧૦૪/એ સુવર્ણધામ ફલેટ મોઢેરા રોડ મહેસાણાને પોલીસે ઝડપી લીધા હતા. જો કે કલોલના ગાયોના ટેકરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા મેરૂ ઠાકોર, સુનીલ ઠાકોર, વિજય ઠાકોર પોલીસને થાપ આપી ખેતરમાંથી ભાગી છુટયા હતા. 

(6:16 pm IST)