Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગાંધીનગરના સે-2માં મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી પાડ્યા:30હજારનો જથ્થો જપ્ત

ગાંધીનગર:શહેર જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે સે-૭ પોલીસે સે-ર આરોગ્ય કેન્દ્ર પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખસોને દારૂની રર બોટલ મળી ૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સે-૭ પોલીસે વિદેશી દારૂની રર બોટલ સાથે રૂપિયા ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરના મોપેડ નં.જીજે-૧૮-સીકયુ-ર૮૩૭ ઉપર બે ઈસમો વિદેશી દારૂની બોટલો લઈને પસાર થવાના છે જે બાતમીના આધારે સે-ર આરોગય કેન્દ્ર પાસે વોચ ગોઠવતાં આ મોપેડને ઉભું રાખ્યું હતું અને તેમાં સવાર બે શખ્સો પાસે રહેલા કોથળામાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ માર્કાની રર બોટલ મળી આવી હતી. જેના પગલે પોલીસે મોપેડ ઉપર સવાર મધુકાંત મનુભાઈ ચૌહાણ રહે.૩૭૧/ર, સે-ર/ડી અને દત્તકુમાર જયંતિલાલ શ્રીમાળી રહે.૯૨૭/ર, સે-૪/ડીને ઝડપી લીધા હતા. દારૂ અને મોપેડ મળી ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ આ દારૂ કયાંથી લવાયો હતો અને કયા લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરી હતી. 

(6:16 pm IST)