Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કાચી કેનાલમાં ગાબડુ પડ્યુને યુવાનોએ જાત મહેનતથી ગાબડું પુર્યુ

વિરમગામના રૂપાવટી-અસલગામ વચ્ચે કાચી કેનાલની યુવાનોએ મરામત કરી વધુ નુકશાન અટકાવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના અંતરીયાળ નળકાંઠા વિસ્તારમાં આવેલા રૂપાવટી અને અસલગામ વચ્ચેથી વરસાદી પાણીની કાચી કેનાલ પસાર થાય છે. વરસાદના કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા રૂપાવટી અને અસલગામ વચ્ચેથી વરસાદી પાણીની કાચી કેનાલમાં ગાબડુ પડ્યુ હતુ. પરંતુ ગામના જાગૃત યુવાનો, ગ્રામજનો અને સ્વામિ વિવેકાનંદ યુવક મંડળના સભ્યો દ્વારા તાત્કાલીક જાત મહેનતથી ગાબડુ પુર્યુ હતુ. યુવાનો દ્વારા માટીનું પુરાણ કરીને કેનાલની મરામત કરવામાં આવી હતી. જાત મહેનથી યુવાનોએ પાણીનો વ્યય થતો અટકાવ્યો અને ખેડુતોના પાકને થતુ નુકશાન પણ અટકાવ્યુ હતુ તેમ સ્વામિ વિવેકાનંદ યુવક મંડળના સંયોજક દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.(તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી)

(6:21 pm IST)