Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1083 દર્દીઓ સાજા થયા :નવા 1033 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 79816 થયો :વધુ 15 લોકોના મોત : મૃત્યુઆંક 2802 થયો

સુરતમાં સૌથી વધુ 243 કેસ, અમદાવાદમાં 158 કેસ ,વડોદરામાં 109 કેસ, રાજકોટમાં 92 જામનગરમાં 44 કેસ,,ગાંધીનગરમાં 32 કેસ, પંચમહાલમાં 29 કેસ, અમરેલીમાં 28 કેસ,કચ્છમાં 24 કેસ,મોરબીમાં 22 કેસ,પાટણમાં 21 કેસ,ભાવનગરમાં 20 કેસ,ગીર સોમનાથમાં 19 કેસ અને મહેસાણામાં વધુ 17 કેસ નોંધાયા :વધુ 1087 દર્દીઓ સાજા થતા કુલ 62579 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1033 કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 79816 થઇ છે જયારે આજે વધુ 15 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2802 થયો છે બીજીતરફ આજે વધુ 1083 દર્દીઓ સાજા થતા કુલ 62579 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14435 એક્ટિવ કેસ છે જેમાં 14366  સ્ટેબલ છે અને 69 દર્દીઓ વેન્ટિલેટર પર છે  

   આજે નોંધાયેલા નવા  1033 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 168 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 243 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 158 કેસ  નોંધાયા છેજયારે  ,વડોદરામાં 109 કેસ, રાજકોટમાં  92 જામનગરમાં 44 કેસ,,ગાંધીનગરમાં 32 કેસ, પંચમહાલમાં 29 કેસ, અમરેલીમાં 28 કેસ,કચ્છમાં 24 કેસ,મોરબીમાં 22 કેસ,પાટણમાં 21 કેસ,ભાવનગરમાં 20 કેસ,ગીર સોમનાથમાં 19 કેસ અને મહેસાણામાં વધુ 17 કેસ નોંધાયા છે 

(7:49 pm IST)