Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વલસાડ જિલ્લામાં રોબિનહુડ આર્મીનું મિશન થર્ટી:60-70 હજાર ભૂખ્યાઓ લોકો સુધી જમવાનું અને કીટનું વિતરણ કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : આજે ભૂખ સૌથી મોટી મજબૂરી બની છે ત્યારે એ મજબૂરીને પોહચી વળવા રોબિન હુડ આર્મીનું મિશન થર્ટી ને પૂરું પાડવા સમગ્ર દેશમાં રોબિન હુડ આર્મી ગરીબોની ભૂખ પુરી પાડવા કાર્યરત છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આ રોબિન હુડ આર્મી એ મિસન થર્ટી ને પૂરું પાડવા આતર્યાડ વિસ્તાર કપરાડા ધરમપુર જેવા આતર્યાડ વિસ્તાર માં લોકોના વચ્ચે જય ને જીવન જરૂરિયાતની ઘરવક્રીનો સામાન જમવાનું દરેક વસ્તુ પુરી પાડવામાં આવી છે

 આ રોબિનહુડ આર્મી એ માલવણ ખાતે સમાજ દળ ગ્રુપ સાથે મળી ને લોકોના ઘરે ઘરે જઈ ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ રોબિનહુડ આર્મી માં જોડાયેલા યુવાનો અને યુવતીઓ નિસ્વાર્થ ભાવે ગરીબો ની ભૂખ સંતોસાય એને લઈ પોતાનો સમય આપી રોબિનહુડ આર્મી માં સહકાર આપતા હોય છે રોબિનહુડ આર્મી વલસાડ દ્વારા આ લોકડાઉન થી લઈ અનલોકડાઉન હાલ સુધીમાં 60 થી 70 હજાર જરૂરિયાત મદ લોકો ની મુલાકાત લઈ વિના મૂલ્યે કીટ અને જમવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ રોબિનહુડ આર્મી મિસન થર્ટી નું કાર્ય કરી રહી છે અને સમગ્ર દેશ માં ભૂખઓ સુધી ભોજન અને ઘર વક્રી ની કિટનું વિતરણ કરી રહી છે

(10:32 pm IST)