Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી

. કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ

વાપીની જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ ફેકટ્રીમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી હતી.

   પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં કામ ચાલી રહ્યું હતું એ વખતે જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. અને કામદારો બહાર દોડી આવ્યા હતા જેના પગેલ મોટી દુર્ઘટના ટળી હતી. કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

   જોકે કંપનીમાં ફાયર સેફટી હતી કે કેમ તેમજ જો હતી તો કાર્યરત અવસ્થામાં હતી કે કેમ તે હજી તપાસનો વિષય બની જાય છે. હજી સુધી આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

(11:23 pm IST)