Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સુરતના વ્યાપારીની હત્યા કાવત્રામાં મૂળ સૌરાષ્ટ્રના જ જે હત્યારાના નામ ખુલતા લોકો સાથે ખુદ પોલીસ પણ કેમ ચોંકી ઉઠી

૫-૫ કિમી સુધીના સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા રિવર્સ ફૂટેજ તપાસવા આપેલી સલાહ સોનેરી સાબિત થયેલ : એડ.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૃપલ સોલંકી ટીમ દ્વારા ટેકનોલોજી અને લોકોના સાથે જીવંત સંપર્ક આધારેએ પ્રસ્થાપિત કર્યું કે પોલીસ ધારે તો ગમે તે કરવા આજની તારીખે સક્ષમ છે

રાજકોટ, તા.૧૭:  પોલીસ ધારે તો શું ન કરી શકે તેના બે ઉત્કૃષ્ટ ઉદાહરણ સુરત પોલિસ કમિશનર અજય કુમાર તોમર ટીમ દ્વારા લોકોના સહકાર અને ટેકનોલોજીના સમન્વયથી પૂરા પાડ્યા છે, આ બન્ને ઘટના ખૂબ રસપ્રદ હોય અત્રે પ્રસ્તુત કરી છે, અજય કુમાર તોમર સૌરાષ્ટ્ર અને ખાસ કરી રાજકોટ રૃરલ એસપી, જામનગર એસપી હતા તે સમયથી લોકો સાથે આત્મીયતા કેળવી અને આ સ્વભાવનો લુખ્ખા જેવા તત્વો ઉપયોગ કરી ન જાય તેટલો જ ખ્યાલ રાખતા  પોલીસનો આજે પણ રાખે છે.                     

સુરતમા હીરા દલાલ તરીકે કાર્ય કરતા હીરાના વ્યાપારી પ્રવીણ નકૂમની હત્યા થયાના સમાચાર સાથે જ વરછા વિસ્તારમાંથી પોલીસ સાથે પોલીસ કમિશનર અજયકુમાર તોમર પર સંખ્યાબંધ ફોન ગયા, મૂળ સૌરાષ્ટ્રના પ્રવીણભાઈ વિશે મહત્વની જાણકારી લોકો પાસેથી હાંસલ કરી અને વરાંછા પોલીસ પર ગુસ્સો કરવાને બદલે તેમને શું શું કરવું જોઈએ અને તપાસની દિશા અંગે લોકો દ્વારા મળેલ માહિતી આધારે ગાઈડ કરી ક્રાઇમ બ્રાન્ચ કાફલો કામે લગાડી દીધો.                                    

ક્રાઇમ. બ્રાંચ ટીમ દ્વારા સીપી, એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી રૃપલ સોલંકીની નિશ્રામાં ઘટના સ્થળથી ૫ કી.મી.સુધીમાં ૧૫૦ થી વધુ  સીસીટીવી કેમેરા ચકસયા, એટલુજ નહિ  સિપિના સૂચન મુજબ રિવર્સ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણ શંકાસ્પદ શખ્શો ઝબકયા હતા.  

પોલીસ દ્વારા હવે ઘટના સ્થળનું ફરી નિરીક્ષણ થયેલ, ઓફિસ અંદર મૃતકને લૂટ ઇરાદે ટોર્ચર  કરેલ તે સમયે ત્રણે શકમંદોના લોકેશન ઓફિસના જ મળ્યા એટલે પોલીસ મૃતકના નજીકના શખસની સૌરાષ્ટ્ ઢબે પૂછપરછ કરતાં આંખો મામલો ખુલ્યો , પોલીસ કમિશનરના કથન મુજબ અમારી ટીમ એ નામ થી ચોકી તે ગિરીશ હતો,અને મૃતકનો ભત્રીજો હતો. મૃતકની ઓફિસમા લાખો રૃપિયા રોકડ રહેતા હોવાથી હત્યા કરી લૂંટને અંજામ આપવાના આખા કાવત્રામા મૂળ સૌરાષ્ટ્રના ભૂપત આહીર નામના પોલીસ ચોપડે જેનું નામ બોલે છે તેની તથા આશિષ ગજીપરા નામના શખસની મદદથી હત્યા કરી ,અને કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા હત્યા થયાનું પ્લાનિંગ ગોઠવેલ પરંતુ તે નિષ્ફળ નિવડેલ.

(3:16 pm IST)