Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કર્મચારી આંદોલનનું ભાવિ શું ? ચિત્ર હજુ અસ્પષ્ટ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા. ૧૭:   રાજયના સરકારી કર્મચારી દ્વારા જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા સહિતની માંગણીઓ અંગે સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થયેલ. ગઇકાલે સરકારે કર્મચારી મહાસંઘ સાથે બેઠક કરી સમાધાન જાહેર કરેલ. કેટલીક માંગણીઓ સરકારે સ્વીકારેલ તે બધા કર્મચારી સંગઠનોને માન્ય ન હોવાથી હજુ આંદોલન ચાલુ રહે તેવા સંજોગો છે. સરકાર સાથે બેઠક યોજનાર કર્મચારી નેતાઓએ કોઇ સ્પષ્ટતા ન કરી હોવાથી આંદોલનના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. બધાને વિશ્વાસમાં લઇને સમાધાન કરવાને બદલે અમુક હોદ્દેદારોએ એક તરફી સમાધાન કરી લીધાનો આક્રોશ વ્યકત થઇ રહ્યો છે.
આજે સચિવાલયમાં રાબેતા મુજબ કર્મચારીઓની હાજરી દેખાઇ છે પણ જિલ્લા કક્ષાએ સામુહિક રજા હોવાના વાવડ કેટલાય જિલ્લાઓમાંથી મળે છે. મહાસંઘના હોદ્દેદારોનો સંપર્ક થઇ શકયો નથી. કર્મચારી આંદોલનના ભાવિ અંગે વિભન્ન મત પ્રવર્તે છે.

 

(4:25 pm IST)