Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગળતેશ્વર તાલુકાના રસુલપુરાની કેનાલમાં સંરક્ષણ દીવાલ ન હોવાથી એક ગાય ખાબકી

સેવાલિયા : ગલતેશ્વર તાલુકાના રસુલપુરા  પડાલ હીરાના મુવાડા સોનૈયા તરઘૈયા થઈ ઠાસરા બાધરપુરા પાસેથી કેનાલ નીકળે છે રસુલપુરા પડાલ પાસેથી પસાર થતી આ કેનાલની બાજુમાં સંરક્ષણ દિવાલ નહીં હોવાના કારણે કોઈ ગાડી અથવા તો ઢોરઢાખર પડવાનો ડર સતાવ્યા કરે છે .તાજેતરમાં કેનાલની બાજુમાં ચારો ચરતી એક ગાય પગ લપસતા કેનાલમાં ખાબકી હતી. 

દરમિયાન બાજુના ગામના એક ભરવાડને તેની જાણ થતાં બે થી ત્રણ કલાકની ભારે જેહમત બાદ ગાય કિનારે આવતા તેને શિંગડામાં દોરડું નાખી જીવતી બહાર ખેંચી લઈ બચાવી શક્યા આ જ રીતે બીજે દિવસે તા.૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કેનાલની પાસે એક વાછરડી ચરતી ચરતી કેનાલમાં ખાબકી હતી કેનાલમાં ખાબકતા ખૂબ જ ગાંગડતી હતી એ ગાંગડ વાળો અવાજ ત્યાંથી પસાર થતાં રઘુભાઈ ભાનુભાઈ ભરવાડ રહે તરઘૈયા પોતાની ઇકો કાર લઇ હીરાના મુવાડા દૂધની ડેરીમાં દૂધ ભરવા જતા હતા ત્યાં તેઓને વાછરડી ગાંગડવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક પોતાની ગાડી ઉભી રાખી ઇકો ગાડીને લાઈટ થી તેને મહાન મહેનતે બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી આ બનાવો વારંવાર ન બને એટલા માટે સંરક્ષણ દિવાલ બનાવી ખૂબ જરૂરી છે તથા આ જ રસ્તેથી આસપાસના ગ્રામજનો પોતાના સામાજીક અંગત કામ માટે પોતાના મોટરસાયકલ તેમ જ પોતાની ગાડી લઈ સેવાલિયા બાલાસિનોર ઠાસરા જેવા ગામોમાં પોતાના કામ માટે અવરજવર કરતા હોય છે આ કેનાલ ની બાજુમાં સિંગલ પટ્ટી રસ્તો હોવાના કારણે કેટલીક વખત સામેથી આવતા વાહન ક્રોસ કરાવવામાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે ક્યારેક ક્યારેક જો તકેદારી રાખવામાં ન આવે અને રોડ કેનાલની સાઈડમાં ગાડી ધસળાય તો તે ગાડી પણ કેનાલમાં ન ખાબકે તેની પણ કાળજી રાખવી પડતી હોય છે .

(5:17 pm IST)