Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વાર્મી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

- રાજ્યના 590 સ્થાનો પર 51 હજારથી વધુ યુવાનો રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો

અમદાવાદ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવેના નિર્દેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે રાજ્યના 590 સ્થાનો પર 51 હજારથી વધુ યુવાનો રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં ગુજરાત સરકારના યશસ્વી મંત્રી હર્ષભાઈ સંઘવી એ અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે હાજરી આપી. અમદાવાદ રીવરફ્રન્ટની સાથોસાથ ગુજરાતભરમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ થીમ પર રંગોલી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, પાવાગઢ, ઉકાઈ ડેમ, વિલસવ હીલ, છોટાઉદેપુર ડુંગર વિસ્તાર, શામળાજી, શોપિંગ મોલ, કચ્છના માંડવી દરિયા કિનારે, સુરતના ડુમ્મસ દરિયા કિનારે, રાજકોટમાં એમ્સ, પાલીતાણા તિરંગા હોલ, સોમનાથ મંદિર જેવી જગ્યાઓ પર રંગોળી સ્પર્ધાનો વિશેષ કાર્યક્રમ યોજાયો. સ્પર્ધામાં આઈ.એન.એસ. વિક્રાંત, વધે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ, સી.એ.એ., સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક વગેરે વિષયો પર ક્રિએટીવ રંગોળી બનાવી અને સમગ્ર દેશ અને વિશ્વ માટે મોદીજી નું યોગદાન અને તેમના કરેલા કાર્યોથી યુવાનોને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવાનો હતો.

(8:39 pm IST)