Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

આઇપીએસ આર,બી, બ્રહ્મભટ્ટની બદલીથી ખાલી પડેલા અધિક પોલીસ મહાનિર્દેશક ( તપાસ ) નો હવાલો આઇપીએસ બ્રજેશકુમાર ઝા ને સોંપાયો :

આઇપીએસ નિર્લિપ્ત રાયને વધારાના હવાલાથી મુક્ત કરીને આઇપીએસ વિરેન્દ્રસિંહ યાદવને રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિની ફરજ સોંપાઈ

ગાંધીનગર : ગૃહ વિભાગના જાહેરનામાથી આર. બી. બ્રહ્મભટ્ટ, આઇ.પી.એસ. (ગુજ:૧૯૯૫), અધિક પોલીસ મહાનિર્દેશક (તપાસ), ગાંધીનગરની અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવેઝ), ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવેલ હોઈ તેઓની બદલીથી ખાલી પડની અધિક પોલીસ મહાનિર્દેશક (તપાસ), ગાંધીનગરની જગ્યાની વધારાનો હવાલો બ્રજેશ કુમાર ઝા. આઇ.પી.એસ. (ગુજ:૧૯૯૯), પોલીસ મહાનિરીક્ષક (વહીવટ), ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.

  આર. બી. બ્રહ્મભટ્ટ, આઇ.પી.એસ. (ગુજ:૧૯૯૫) ને અધિક પોલીસ મહાનિર્દેશક (પોલીસ સુધારણા), ગાંધીનગરની જગ્યાના વધારાના હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાની વધારાનો હવાલો બ્રજેશ કુમાર ઝા, આઇ.પી.એસ. (ગુજ૧૯૯૯), પોલીસ માનિરીક્ષક (વહીવટ), ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.

 નિર્લિપ્ત રાય, આઇ.પી.એસ. (ગુજ:૨૦૧૦), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને પોલીસ અધિક્ષક (કાયદો અને વ્યવસ્થા), ગુજરાત રાજ્ય, ગાંધીનગરની જગ્યાના વધારાના હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાનો વધારાનો હવાલો વિરેન્દ્રસિંહ યાદવ, આઇ.પી.એસ. (ગુજ:૨૦૦૯), સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, મેટ્રો સુરક્ષા જુથ, ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે

(10:11 pm IST)