Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

દિલ્હીની તિહાર જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીને લોડેડ પિસ્તોલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ,મેગઝીન,કાર્ટીઝ અને રૂ.5 લાખની કાર મળી કુલ રૂ.5,38,400 નો મુદ્દમાલ કબજે કર્યો

સુરત : આગામી તહેવારોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ખાસ કરીને બ્રાન્ચોને પોલીસ કમિશનર દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો અને અગાઉ ગુનાને અંજામ આપીને ફરાર આરોપીને પકડી પાડવા માટે જે સૂચના આપવામાં આવી છે. તે આધારે ડ્રગ્સના ગુનામાં દિલ્હીની તિહાર જેલમાં બંધ અને હાલ પેરોલ પર છૂટેલા સુરતના માથાભારે યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ડુમસ રોડ વાય જંકશન પાસે કારમાંથી લોડેડ પિસ્તોલ અને ત્રણ કાર્ટીઝ ભરેલી મેગઝીન સાથે ઝડપી લીધો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના PSI સોનારાની ટીમ સુરતના ડુમસ રોડ વાય જંકશન પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર જે કારનો નંબર નં.જીજે-05-જેએમ-5411 વેસુ તરફથી આવતા તેને અટકાવી કાર ચાલક વિપલ મનીષભાઈ ટેલર જે રહે ઉ.વ.28, રહે.એચ/2, 301,અવધ કોપર સ્ટોન, સાયલન્ટ ઝોન, એરપોર્ટની સામે, ડુમસ રોડ ,સુરત ને નીચે ઉતારી પુછપરછ કરવામાં આવી હતું. ત્યાં તેની પાસે ગાડીના કાગળો માંગતા થોડા સમય માટે તે ચોંકી ગયો હતો અને પોલીસે કારની તલાશી લેતાં ડ્રાઈવર સીટ નીચે કાપડમાં વીંટાળેલી લોડેડ પિસ્તોલ અને ત્રણ ત્રણ કાર્ટીઝ ભરેલી મેગઝીન મળી આવી હતી.

(11:19 pm IST)