Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગુજરાતમાં મધ્યાહ્નન ભોજન યોજનાના કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન-પગાર વધારો આપવા ટીમ ગબ્બરની માંગ

વિદ્વાન ધારાશાસ્ત્રી કાંતિભાઇ ગજેરા - નયનભાઇ જોશીની સરકાર સમક્ષ ધારદાર રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : સમગ્ર ગુજરાતમા સતત પ્રજાકીય પ્રશ્નો ઉઠાવતી અગ્રેસર સ્વૈચ્છીક સંસ્થા "ટીમ ગબ્બર ગુજરાત"ના  કાંતિભાઇ એચ.ગજેરા (એડવોકેટ,સુરત) તથા નયનભાઈ જોષી (એડવોકેટ,વિસાવદર)ને કર્મચારીઓની ફરિયાદ મળી છે કે,રાજ્યની પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ જેવી અતિ ગંભીર સમસ્યાને પહોંચી વળવા મધ્યાહ્નન ભોજન યોજના થકી ધોરણ ૧થી ૮ મા અભ્યાસ કરતા બાળકોને આ યોજનામાં ફરજ બજાવતા સંચાલક,રસોયા અને મદદનીશ મારફતે ગરમાગરમ રાંધેલો ખોરાક પીરસી કુપોષણ દર (રેશિયો) ઘટાડવામા મહત્વની ભૂમિકા રહેલી છે.  

   સરકારની આ યોજના થકી રાજ્ય અને દેશના ભાવિ ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્ય જેવા સારા હેતુથી ચલાવવામાં આવે છે.આવા સારા હેતુથી ચલાવવામાં આવતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે છેલ્લા ૩૭ વર્ષથી વેતન બાબતે શા માટે અન્યાય તે પ્રશ્ન છે.આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારી છે.તેમાં ૮૦ % મહિલા કર્મચારી છે જેમાં મુખ્યત્વે વિધવા,ત્યકતા અને શિક્ષિતબેરોજગાર બહેનો કર્મચારીઓ છે.તેમાં (1)સંચાલકને 1600 રૂ (2) રસોયાને 1400 રૂ ને (3) મદદનીશને 300 /500 રૂ માસિક વેતન ચુકવવામા આવે છે.સરકારશ્રીના બાળકોમાં કુપોષણ દૂર કરવાના ઉમદા હેતુથી ચાલતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ આવા નજીવા વેતનમાં ગુજરાન કેમ ચલાવવું તે વિચાર માંગી લે છે. હાલમાં સરકાર દ્વારા અનેક કર્મચારીઓ માટે પગાર વધારો જાહેર કર્યો છે જે સરકારની કર્મચારી પ્રત્યે યોગ્ય દરકાર કરી છે જેનો અમો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથેરાજ્યના અન્ય માનદ વેતન ધારકો જેવા કે આંગણવાડી વર્કર,આશાવર્કર અને હોમગાર્ડના જવાનોને માનદ વેતન ધારકો અને પ્રોત્સાહિત યોજના હોવા છતાં લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચૂકવાય છે.તો આ મુદ્દે મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે શા માટે અન્યાય થાય છે.સરકારશ્રીના લઘુતમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવાનો સરકારશ્રીના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જ નક્કી કરેલ હોવા છતાં આ મુદ્દે મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે જ શા માટે અને શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક છે.મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ ગુજરાતના મતદાર છે.શુ ફક્ત મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ માટે જ વેતન ચૂકવવા અંગે કાયદા અલગ રાખવામાં આવેલ છે..શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓને સરકારશ્રીના ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓને લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન નથી ચૂકવાતું એ શ્રમ અને રોજગાર મંત્રાલયને જાણ હોવા છતાં ન્યાય આપેલ નથી ૭ કલાક ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને 50 હજાર કરતા પણ વધારે વેતન ચૂકવાય છે તો 7 કલાક કરતા વધારે કામ કરતા મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે જ કામના કલાકોના મુદ્દે હાલમાં અન્યાય થાય છે ગુજરાત સરકારની ગુજરાતના નાગરિકોને રોજગારી પુરી પાડવા ફરજ નૈતિક જવાબદારી છે.છેલ્લા 37 વર્ષથી નજીવા વેતનમાં કામ કરતા રાજ્યના હજારો મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે આ મુદ્દે શા માટે અન્યાય અને તેમાં પણ છેલ્લા ૬ વર્ષથી એટલે કે 2016 પછી એક રૂ.નો વેતન વધારો રાજ્ય સરકાર દ્વારા નથી આપવામાં આવ્યો.ઉપર મુજબના તમામ મુદા ધ્યાને લઇ રાજ્યના હજારો મધ્યાહન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક હોય ગુજરાતના મતદાર હોય અને અન્ય માનદ વેતન ધારકોને ચૂકવાય છે તે રીતે શ્રમ અને રોજગાર અને સરકારશ્રીએ નક્કી કરેલ લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચુકવવામાં આવે અથવા પગાર વધારો કરવામાં આવે તેવી ટીમ ગબ્બરે ધારદાર રજુઆત કરી છે તેમ કે.એચ.ગજેરા એડવોકેટ તથા નયન ભાઈ જોષી ટીમ ગબ્બર દ્વારા જણાવાયુ છે

(11:54 pm IST)