Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

મહેસાણામાં કોંગ્રેસમાં ભડકો :નવા પ્રમુખની નિમણૂંકને લઈને વિવાદ : ભૌતિક ભટ્ટને શહેર પ્રમુખ બનાવાતા ભારે નારાજગી

કોંગ્રેસને હરાવનાર વ્યક્તિને જ પ્રમુખ બનાવતા નિમણૂંક રદ્દ કરવાની માંગ :નિમણુંક રદ નહિ કરાય તો મોટી સંખ્યામાં રાજીનામાં આપવા ચીમકી

મહેસાણામાં કોંગ્રેસમાં નવા પ્રમુખની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો છે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકા જેવી સ્થિતિ છે. ભૌતિક ભટ્ટને શહેર પ્રમુખ બનાવાતા કોંગ્રેસ સમિતિમાં નારાજગી જોવા મળી. આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે

 શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિવાદાસ્પદ વ્યક્તિની નિમણૂંક કરાઇ હોવાનો આક્ષેપો થઈ રહ્યાં થશે સાથે ભૂતકાળમાં ચુંટણી સમયે ભૌતિક ભટ્ટ દ્વારા ભાજપને માહિતી પહોંચાડી હોવાનો આક્ષેપ પણ કરવા માં આવ્યો છે. કોંગ્રેસને હરાવનાર વ્યક્તિને જ પ્રમુખ બનાવતા નિમણૂંક રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જો નવા પ્રમુખની નિમણૂંક રદ્દ નહીં કરવામાં આવે તો સ્થાનિક કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં રાજીનામાની ચિકમી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જ આતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે

(12:47 am IST)