Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુરતમાં ત્રણ સંતાનની માતાના ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ આચરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય ત્રણ સંતાનની માતાના ઘરમાં ઘુસી ચપ્પુ બતાવી પરિચિતે દુષ્કર્મ આચર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચરી પતિ સાથે તલાક લઈ લગ્ન કરવા દબાણ કરી માર મારતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉમરવાડા વિસ્તારમાં રહેતા વેપારીએ નજીકમાં જ રહેતી 28 વર્ષીય સલમા ( નામ બદલ્યું છે ) સાથે પ્રેમલગ્ન કર્યા હતા.હાલ ત્રણ સંતાનની માતા સલમા ગત ઓક્ટોબર 2021 માં બપોરે ઉમરવાડા ટેનામેન્ટમાં શાકભાજી લેવા ગઈ હતી ત્યારે માર્કેટના ગેટ પાસે જ તેના પિયર નજીક રહેતા ઇકબાલખાન શોકતખાને જાહેરમાં તેનો હાથ પકડી તુમ મુઝે બહુત અચ્છી લગતી હો કહેતા તેણે હાથ છોડાવી દીધો હતો.તે સમયે ઈક્બાલખાને તેનું ગળું પકડી લીધું હતું પણ લોકો એકત્ર થતા તે ચાલ્યો ગયો હતો.સલમાએ પતિને વાત કરતા તે ઈક્બાલખાનને મળ્યા ત્યારે તેણે ઝઘડો કર્યો હતો.ત્યાર બાદ સલમા રસ્તો બદલી શાકભાજી લેવા જતી છતાં ઈક્બાલખાન તેનો પીછો કરી છેડતી કરી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

ગત નવેમ્બર 2022 માં સલમા બપોરે ઘરે એકલી હતી ત્યારે ઈક્બાલખાન ઘરમાં ઘુસી ગયો હતો અને દરવાજો બંધ કરી ચપ્પુની અણીએ દુષ્કર્મ આચરી કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ તે અવારનવાર ઘરે આવી સલમાને પતિ સાથે તલાક લેવા અને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી દુષ્કર્મ આચરતો હતો અને માર પણ મારતો હતો.ઈક્બાલખાનના ત્રાસથી કંટાળીને સલમાએ ગત 15 ડિસેમ્બર 2022 ના રોજ ઊંઘની દવા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.ત્રણ દિવસ બાદ તેને રજા આપતા તે ઘરે આવી ત્યારે પણ ઈક્બાલખાને ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું.આખરે સલમાએ પતિને જાણ કર્યા બાદ ગતરોજ ઈક્બાલખાન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ઈક્બાલખાનની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

(4:59 pm IST)