Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કેન્દ્ર સરકારે નવા EVM મશીનો માટે ઓર્ડર આપ્યાતમામ મશીનો સરકારી કંપનીઓ પાસેથી ખરીદાશે

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) કંપનીઓને કેબિનેટની મંજૂરી:સરકારે ઈવીએમ મશીનો માટે 1,335 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું.

અમદાવાદ :  વર્ષ 2023 અને 2024 ભારતીય રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્તમાન વર્ષમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાંથી 5 રાજ્યો બહુ મોટા છે. તે જ સમયે, આવતા વર્ષે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે નવા EVM મશીનો માટે ઓર્ડર આપ્યા છે. આ તમામ મશીનો સરકારી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે. આ માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ને આપવામાં આવ્યું છે. બંને કંપનીઓને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકારે ઈવીએમ મશીનો માટે 1,335 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

(8:34 pm IST)