Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કડકડતી ઠંડીને કારણે AMC સંચાલિત સ્કૂલો માટે મોટો  નિર્ણય : વિદ્યાર્થી મોડા આવશે તો શાળામાં મળશે પ્રવેશ

જો કોઈ કારણસર બાળક સવારે 8.30 સુધી આવશે. તો પણ તેની હાજરી ભરી તેને અભ્યાસ કરાવવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ માટે આવકારદાયક નિર્ણય.ઠંડીના કારણે બાળક 20 મિનિટ મોડું આવશે તો પણ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે શાળાઓને આદેશ કરાશે. સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે 7.00 વાગ્યાનો રહેતા હોય છે જેને ઠંડીને કારણે બદલીને અગાઉ સવારે 7.55 વાગ્યાનો કરી દેવાયો હતો. હાડ થીજવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે.એવામાં જો કોઈ કારણસર બાળક સવારે 8.30 સુધી આવશે. તો પણ તેની હાજરી ભરી તેને અભ્યાસ કરાવવામાં આવશે.

રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીને ધ્યાનમાં રાખીને AMC સંચાલિત સ્કૂલો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ માટે આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.

ઠંડીના કારણે બાળક 20 મિનિટ મોડું આવશે તો પણ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે શાળાઓને આદેશ કરાશે. સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે 7.00 વાગ્યાનો હોય છે જો કે ઠંડીને કારણે સમય બદલીને 7.55 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. હાડ થીજવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે. એવામાં જો કોઈ કારણસર બાળક સવારે 8.30 સુધી આવશે. તો પણ તેની હાજરી ભરી તેને અભ્યાસ કરાવવામાં આવશે

(9:06 pm IST)