Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં : કહ્યું-પોલીસતંત્ર અને કલેક્ટરને મારા ખિસ્સામાં લઈને ફરુ છું

કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે : દેશ આઝાદ છે અને આપણે પણ આઝાદ છીએ.

વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. આ વખતે પણ તેમની જીભ લપસી છે. સયાજીપુરા જિલ્લા પંતાયત ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ ભાજપના બોલકા નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ

હાલમાં મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર-પુત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. હજુ આ વિવાદ શાંત થયો તો તેમણે વધુ એક નિવેદન આપી દીધુ છે.

આજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં લઈને ફરુ છું. કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે. તેમણે કહ્યું કે, દેશ આઝાદ છે અને આપણે પણ આઝાદ છીએ.

વડોદરાની વાઘોડિયા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઈતિહાસ વિવાદિત રહ્યો છે. તેઓ હંમેશા કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. થોડા દિવસ પહેલા પોતાના પુત્ર-પુત્રીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવી ગયા હતા.

(11:31 pm IST)