Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વન વિભાગે વેળાવદરમાં ગીધની દુર્લભ પ્રજાતીનું સોલાર ટેગીંગ કર્યું: સંરક્ષણને લઇને મોટું પગલું

અત્યાર સુધીમાં જુદી-જુદી ૪ પ્રજાતિના ૮ ગીધોનું ટેગીંગ કરાયું છે

ગાંધીનગર તા. ૧૮: જુનાગઢના સાસણ ગીરના વન્ય જીવ વિભાગે સોલાર પાવર્ડ સેટેલાઇટ ટેગ સાથે બે હિમાલયન ગ્રિફફોન ગિધ્ધોને ટેગીંગ કર્યું છે. વન-પર્યાવરણ વિભાગના અતિરિકત મુખ્ય સચીવ રાજીવ ગુપ્તાએ આ માહિતિ આપેલ.

તેમણે ટ્વીટર ઉપર માહિતિ આપેલ કે વન્ય જીવન વિભાગે ગિધ્ધ ટેગીંગ પ્રોજેકટ હેઠળ આ સફળતાપૂર્વક ટેગીંગ કરેલ. અત્યાર સુધીમાં ૪ અલગ-અલગ પ્રજાતિઓના ગિધ્ધોનું ટેગીંગ કરાયું છે. જો કે ગિધ્ધોના સંરક્ષણને લઇને આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે.

ભારતમાં ઝડપથી લેઝર ફલોરીકન પક્ષીની સંખ્યા ઘટી રહી છે, પણ ગુજરાત માટે ગૌરવની વાત છે કે વેળાવદરમાં વન વિભાગે ૩ લેઝર ફલોરીકનના બચ્ચાઓનું સફળતાપૂર્વક હેચીંગ કર્યું છે. સંભવત વિશ્વમાં પહેલીવાર આવું સામે આવ્યું છે. હવે તેને સુરક્ષીત રાખવાની યોજના બનાવાય રહી છે. કેન્દ્ર સરકારે ર૦ર૦ થી ર૦રપ સુધી ગિધ્ધોના સંરક્ષણ માટે એકશન પ્લાન બનાવ્યો છે. જે હેઠળ ટેગીંગ કરવામાં આવી રહ્યું છે.

(3:20 pm IST)