Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વડોદરાની કરોડિયાપોળમાં પશ્ચિમ બંગાળના યુવાને અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા:શહેરની કરોડીયાપોળમાં રહેતા પશ્ચિમ બંગાળના યુવાને ફોન પર માતા સાથે વાત કર્યા બાદ પંખા પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે મૂળ પશ્ચિમ બંગાળના હુબલી પાસે રહેતો ૨૦ વર્ષનો મોહંમદ કબીર ઉર્ફે સુરજ અબ્દુલ હનન છેલ્લા આઠ વર્ષથી વડોદરાના ઘડિયાળીપોળમાં કરોડિયાપોળના નાકા પર શોભાલાલ જવેલર્સની ઉપર રહેતો હતો અને દાગીના બનાવવાના કામ સાથે સંકળાયેલો હતો. ગઇકાલે રાત્રે તેની સાથે રહેતા સાથી કારીગરના ફોન પર સુરજની માતાનો ફોન આવ્યો હતો.

સુરજે તેની માતા સાથે ફોન પર વાતચીત કરી ત્યારે તે ખૂબ ઉશ્કેરાઇને વાતો કરતો હતો. માતા સાથેની વાત બાદ સુરજે દુકાનના ચોથા માળે કપડાનો ગાળીયો બનાવી પંખા પર લટકી ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગળા ફાંસોના અન્ય એક બનાવમાં સમા વિસ્તારમાં રહેતા તેમજ ખાનગી કંપનીમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા હસમુખ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૫૩) ગઇ રાત્રે ઘેર હતા અને ઘરના સભ્યો લગ્નમાં ગયા હતા

(5:08 pm IST)