Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સુરતના પરવત પાટિયા ચોર્યાસી ડેરીની નજીક માથાભારે શખ્સોએ સિગરેટ ખરીદવાના બહાને ટોબેકો શોપમાં ઘુસી વેપારી પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી

સુરત: શહેરના પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે 17 દિવસ અગાઉ બે માથાભારે તત્ત્વોએ સિગારેટ ખરીદવાના બહાને ટોબેકો શોપમાં ઘુસી વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં વેપારીનું મોઢું દબાવી કાઉન્ટર ખોલવા પ્રયાસ કરતા વેપારીએ ધક્કો મારી બહાર દોડી બુમાબુમ કરતા બંને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે અગાઉ લીંબાયતના એક લબરમુછીયાની ધરપકડ કર્યા બાદ જલગાંવના યુવાનની પણ ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં લીંબાયત ડુંભાલ ફાયર સ્ટેશનની સામે વાટિકા ટાઉનશીપ ફ્લેટ નં.કે/402 માં રહેતા 43 વર્ષીય જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે જયભિક્ષુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોરના નામે દુકાન ધરાવે છે. 

ગત 1 ફેબ્રુઆરીની બપોરે બપોરે ત્રણ વાગ્યે બે માથાભારે તત્ત્વોએ સિગારેટ ખરીદવાના બહાને ટોબેકો શોપમાં ઘુસી જગદીશચંદ્ર ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં તેમનું મોઢું દબાવી કાઉન્ટર ખોલવા પ્રયાસ કરતા જગદીશચંદ્ર ધક્કો મારી બહાર દોડી બુમાબુમ કરતા બંને ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત જગદીશચંદ્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં પોલીસે તેમની ફરિયાદના આધારે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:09 pm IST)