Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સુરતના બેગમપુરા વિસ્તારમાં સાડીની દુકાન ધરાવતા વેપારી પાસેથી સામાન ખરીદી 12.68 લાખનું પેમેન્ટ ન કરી છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ

સુરત: શહેરના બેગમપુરા વિસ્તારમાં સાડીની દુકાન ધરાવતા વેપારીને મુંબઈ અને સુરતમાં મોટાપાયે સાડીનો વેપાર કરું છું અને લોકડાઉન બાદ પણ ધંધો સારો ચાલે છે, અમારી સાથે ધંધો કરી જુઓ ફાયદો થશે કહી રૂ.12.68 લાખની સાડી ઉધારમાં લઈ અવધ ટેક્ષટાઇલ માર્કેટના વેપારીએ પેમેન્ટ કર્યું નહોતું. જયારે વેપારીએ ઉઘરાણી કરી ત્યારે અવધ માર્કેટનો વેપારી ધાકધમકી આપી દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત પાટીયા અક્ષર ટાઉનશીપ એફ-302 માં રહેતા 33 વર્ષીય અશોકભાઈ લક્ષ્મીનારાયણ ગેહલોત બેગમપુરા સીદી રૂમિ મસ્જીદ દુકાન નં.1 માં સાલાસર ટેક્ષટાઇલ્સના નામે 10 વર્ષથી સાડીનો વેપાર કરે છે. વર્ષ 2019 માં માર્કેટમાં તેમની ઓળખાણ દુર્ગેશ પુખરાજ ખત્રી સાથે થઈ હતી.

અશોકભાઈએ જયારે પેમેન્ટ માટે ઉઘરાણી કરી ત્યારે શરૂઆતમાં દુર્ગેશે વાયદા કર્યા હતા અને બાદમાં ગાળાગાળીકરી તમારૂ પેમેન્ટ ભુલી જાવ હવે, તમને પેમેન્ટ મળશે નહી. તમારાથી જે થાય તે કરી લેજો, હવે બીજી વખત મારી પાસે પેમેંટની ઉધરાણી કરશો કે મને ફોન કરશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે અશોકભાઈએ ગતરોજ દુર્ગેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

(5:10 pm IST)