Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પ્રભાસ પાટણમા રામનવમીની ભવ્ય શોભાયાત્રા :મોટી સંખ્યામાં લોકો જોડાયા

મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા મુખ્ય બજાર અને દુધ માર્કેટમાં ભવ્ય સ્વાગત કરાયું :પુષ્પો વરસાવેલ અને ઠંડા પીણા પીવડાવી અને હિન્દુ મુસ્લિમ એકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું

પ્રભાસ પાટણ :પ્રભાસ પાટણમા રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી આ શોભાયાત્રામાં લક્ષ્મીનારાયણ મંદિર થી શુભારંભ કરવામાં આવેલ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફરી અને લક્ષ્મીનારાયણ મંદિરે પુર્ણ થયેલ શોભાયાત્રા નુ મુસ્લીમ સમાજ ના આગેવાનો દ્વારા મુખ્ય બજાર અને દુધ માર્કેટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને પુષ્પો વરસાવેલ અને ઠંડા પીણા પીવડાવી અને હિન્દુ મુસ્લિમ એકતા નુ ઉદાહરણ પૂરું પાડેલ આ શોભાયાત્રામાં મા પ્રભાસ પાટણ ના તમામ આગેવાનો એ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા 

(12:54 am IST)