Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રો. રમેશ મકવાણાને ‘સમાજ રત્‍ન એવોર્ડ' અર્પણ

મહિલા સશકિતકરણના પ્રેરણાષાોત અને સમાજશાષા વિભાગ : - પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્‍તે એવોર્ડ અપાયો

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાત સમન્‍વય શેડયુલ્‍ડ કાસ્‍ટ સંગઠન, સોમનાથ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એનાયત વિવિધ એવોર્ડ રત્‍નોનું ‘સમાજ રત્‍ન એવોર્ડ' દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર (આણંદ) ના સમાજશાષા વિભાગના પ્રોફેસર ડો. રમેશ મકવાણાને પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્‍તે શાલ ઓઢાડી ‘સમાજ રત્‍ન એવોર્ડ' અર્પણ કરવામાં આવ્‍યો હતો. પ્રો. મકવાણાને ગુજરાત સરકાર તરફથી અગાઉ ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને એક લાખ રૂપિયા એનાયત કરવામાં આવ્‍યા હતાં. આ ઉપરાંત તેઓને ભારત શિક્ષારત્‍ન એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, યંગ સોશ્‍યોલોજીસ્‍ટ એવોર્ડ અને સમાજ વૈજ્ઞાનિક એવોર્ડ પણ વિવિધ રાજયો તરફથી મળી ચૂકયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો. રમેશ મકવાણા (મો. નં. ૯ર૬પ૩ પપ૮૮૩) એ મહિલા સશકિતકરણના પ્રેરણાષાોતરૂપે ખાસ કરીને ગુજરાતના મહિલા સરપંચોના પ્રશ્નો જાણીને તેના ઉકેલની દિશામાં સમાજોપયોગી સંશોધન કર્યુ છે. ઉપરાંત યુવાનોમાં નશામુકિત, કુરીવાજ નાબૂદી, પર્યાવરણ જાગૃતિ, સમાજમાં સમરસતા સ્‍થાપિત કરવી, દહેજ મુકત લગ્નો, સરકારી યોજનાઓ વિશે જાગૃતિ, બેટી બચાવો, બેટી પઢાવો વિગેરે સંદર્ભે પણ મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. પ્રો. રમેશ મકવાણા હાલમાં ભારત સરકારના આદિવાસી નીતિ આયોગમાં વિષય નિષ્‍ણાંત તરીકે અને બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્‍ડેશન દિલ્‍હીમાં સક્રિય સભ્‍ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે.

(11:35 am IST)