Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ક્રાઇમ બ્રાન્ચ વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી અજિત રાજીયાંન, એસીપી હાર્દિક માંકડીયાનાં માર્ગદર્શનમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પીઆઇ કે.એમ.ભૂવા ટીમને મોટી સફળતા...

ગાંધીનગર સાયબર ક્રાઇમનું ખોટું નામ વટાવી ધમકી, પરિવાર સહિતના શુભેચ્છકો પાસે કફોડી હાલતમાં લોકોને મૂકી લૂંટ :ચાલતી હોવાનું જાણી અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક? ચોંકી ઊઠયા હતા :સેકસ્યુઅલ પાવર દવાનું પાર્સલ, પોલીસ, લીગલ નોટિસ અને લાખો રૃપિયા ખંખેરવાના ષડયંત્રનો પર્દાફાશ

રાજકોટ, તા.૧૮: અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક સામાન્યમાં સામાન્ય લોકોની ફરિયાદ સાંભળી તેનાં નિકાલ માટે સતત તત્પર રહેતા હોવાથી અને હોવાનું યોગાનુયોગ તેમના સાથી અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી અજિત રાજીયાન સહિતના અધિકારીઓ અને અન્ય સ્ટાફ પણ ગુન્હાહિત તત્વો વિરૃદ્ધ ઝડપથી કાર્યવાહી કરવાની માનસિકતા ધરાવતા હોવાથી એક પછી એક સફળતા મળી રહી છે, આજ શૃંખલામાં વધુ એક મોટી સફળતા મળી છે, તે સમાજ માટે સાવધાનીનાં સુરો છેડતી હોવાથી તે અત્રે પ્રસ્તુત કરી છે.

આ પ્રકારની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે અમદાવાદના જાગૃત પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક સુધી પોહચતાં તાકીદે ક્રાઇમ બ્રાન્ચ વડા નીરજ બડ ગુજ્જરનો કોન્ટેકટ કરતા ડીસીપી અજિત.  રાજીયાન, એસીપી હાર્દિક માંકડીયા અને પીઆઇ કે એમ ભૂવા સહિતની ટીમ કાર્યરત બની ઝડપી લીધેલ.

સાયબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર ખાતે નોંધાયેલ ફરીયાદ અન્વયે કરેલ તપાસ દરમ્યાન 'અંકુશ આર્યુવેદા' નામથી સેકસ્યુઅલ પાવર વધારવાની દવાની આડમાં ઓનલાઇન મેળવેલ ડેટા આધારે સમગ્ર ભારતના નાગરીકોને કોલ કરી તેમને દવાનુ પાર્સલ મોકલવામાં આવતા, જેમાં કોઇ નાગરીક આનાકાની કરે તો, તમે દવાનું પાર્સલ રીસીવ કરેલ નથી અને કંપની વિશે તમે ખરાબ રીવ્યુ આપેલ હોય જેથી કંપનીએ તમારી પર કેસ કરેલ છે જે કેસમાં તમને ત્રણ મહિનાની જેલ અથવા અલગ-અલગ રકમની પેનલ્ટી ચાર્જ થઇ શકે છે તેમ કહી ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ સાયબર ક્રાઇમ ડીપાર્ટમેન્ટમાંથી પી.એસ.આઇ.હેમંતસીંગ તરીકેની ઓળખ આપી બનાવટી નોટીસો મોકલી પેનલ્ટી ચાર્જ પેટે ૧૦,૦૦૦ થી લઇને ૫૦,૦૦૦ રૃપિયા સુધીની રકમ ફોનપે/ગુગલપે/ પેટીએમ મારફતે ઓનલાઇન મેળવી લેનાર આરોપીઓ (૧) અજય ઉર્ફે અજ્જુ બાબુલાલ વર્મા, ઉ.૨૫, રહે.રામરાજયનગર, અમરાઇવાડી, અમદાવાદ શહેર તથા (ર) હિમાંશુ હરીશભાઇ પરમાર ઉ.૧૮, રહે.ચંદન ટેનામેન્ટ, જશોદાનગર ચોકડી, અમદાવાદ શહેરની ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપીઓ છેલ્લા બે માસથી છેતરપીંડી કરી રહેલ હોવાનું અને અત્યાર સુધીની પુછપરછ દરમ્યાન કુલ-૧૩ નાગરીકો સાથે રૃપીયા ૪,૦૮,૭૮૦ની છેતરપીંડી કરેલાનું ધ્યાને આવેલ છે અને અન્ય નાગરીકો સાથે પણ છેતરપીંડી કરેલ હોવા બાબતની તપાસ ચાલુ છે. સદર આરોપીઓ વિરૃધ્ધ સિલ્વાસા પોલીસ સ્ટેશન (દમણ)માં પણ આ બાબતે ગુનો દાખલ થયેલ છે.

(2:58 pm IST)