Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાએ દિવમાં તબાહી સર્જી : ૧૩૦ની સ્પીડે પવન ફૂંકાયો

બસ સ્ટેન્ડ, બંદર ચોક સહિતના વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસ્યા : ૪૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી

દિવમાં વૃક્ષો ધરાશાયી, પતરા ઉડયા તે નજરે પડે છે.

દિવ તા. ૧૮ : ગુજરાત માટે રાહતના સમાચાર લઈને આવી છે. તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે.વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે.હાલ પણ પવનની ગતિ સામાન્ય કરતા અતિ વધારે છે. પરંતુ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

અંતે દીવ અને ઉનાના રસ્તે તૌકતે વાવાઝોડા એ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે ઊના અને દીવમાં ૧૩૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઊના, દીવમાં ૩૦૦થી વધુ વક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે, જેથી અંધારપટ છવાયો હતો. સાંજે ૫ વાગ્યાની આસપાસ ઊનામાં ૫૦ કિમીની ઝડપ હતી,જે રાત્રીનાં ૯ વાગ્યા સુધીમાં ૧૩૩ કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણીઘૂસ્યાં હતા.૧૮ મેના સવારની વાત કરીએ તો, દીવમા તબાહીના દ્રશ્યો દેખાયા હતા. દીવમા સામાન્ય પતરા પણ તૂટી પડ્યા છે. સરકારી કચેરીમાં શેડ તૂટી પડ્યો છે.

અનેક વૃક્ષો જડમૂળમાંથી તૂટી પડ્યા છે. માત્ર દીવમાં જ ૪૦૦ થી વધુ વૃક્ષો ધરાશાહી થયા છે. આ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવે જયાં સુધી વનવિભાગ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ નહિ કરે ત્યા સુધી બહાર નીકળવુ મુશ્કેલ બની રહેશે. સુરેન્દ્રનગરની ઉપર તરફ જતા પણ અનેક નુકસાની સર્જાઈ છે.

(12:02 pm IST)