Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સી,આર,પાટિલના નામે અધિકારીને ફોન કરીને કહ્યું- આની તાત્કાલીક જુનાગઢ બદલી કરી નાખો

ભેજાબાજે ટ્રુકોલરમાં પણ સી.આર પાટીલ નામ લખ્યું અને ફોટો પણ મુક્યો: રાજકોટ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક એન્જીનીયરને સી.આર પાટીલના નામે ફોન કરનારને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો

નેતાઓના ખોટા નામ ધારણ કરી સરકારી અધિકારીઓને ફોન કરી ખોટી રીતે કામ કરાવવાના અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યા પણ હશે, પરંતુ સુરતના આ કોન્ટ્રાકટરે તો તમામ હદો વટાવી નાખી છે. તેણે ટ્રુ કોલરમાં સી.આર પાટીલ નામ લખી આઇકોન પણ મુકી રાજકોટના એન્જીનીયરને ફોન કરી ક્લાર્કની તાત્કાલીક જૂનાગઢ બદલી કરવા જણાવ્યું હતુ. જોકે એન્જીનીયરને શંકા જતા તેણે ભાજપના પ્રદેશ કન્વીનીયરને સંપર્ક કરી વાત કરતા સમગ્ર મામલો ખોટો હોવાનુ સામે આવતા પોલીસે ગુનો નોંધી તેની સુરતથી ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે, રાજકોટના કાર્યપાલક એન્જીનીયર એન.જી શીલુને ગત તા. 16 જૂનના રોજ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પહેલા તો કહ્યું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેરની ઓફિસમાંથી તેમનો પી.એ બોલુ છું, પાટીલ સાહેબ તમારી સાથે વાત કરશે, વાત કરો…. ફોન પર વાત કરનાર વ્યક્તિએ  એન.જી શીલુને કહ્યું અમરેલી ખાતે માર્ગ અને મકાનની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતો કુલદિપ કોન્ટ્રાકટરોને તેમજ આઉટ સોર્સીંગમાં કામ કરતા માણસોને કામકાજમાં હેરાન કરે છે, જેથી તેની તાત્કાલીક જુનાગઢ બદલી કરી નાખી

જોકે ટ્રુ કોલરમાં એંગ્રેજીમાં C R PATIL લખેલુ જોવા મળ્યું હતુ. જેથી એન્જીનીયરને શંકા જતા તેમણે મોબાઇલ નંબરની તપાસ કરી, તો જાણવા મળ્યું કે આવો કઇ નંબર સી.આર પાટીલના ઉપ્યોગમાં નથી. ત્યારબાદ તેમણે આ બાબતે પ્રદેશના મીડિયા કન્વીનીયર યજ્ઞેશ દવેનો ફોન કરી ઉપરોક્ત તમામ હકીકત જણાવી હતી. જેના પરિણામે આ મામલે યજ્ઞેશ દવે દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી. જેના ગણતરીના કલાકોમાં પોલીસે સુરતના સિધ્ધાર્થનગર ખાતે રહેતા અને આઉટ સોર્સીંગનુ કામ કરતા ભરત મનજીબાઇ વાઘાણીની ધરપકડ કરી હતી.

સુરત ખાતે રહેતો ભરત વાધાણી આઉટ સોર્સીંગના કોન્ટ્રાકટર તરીકે અમરેલી ખાતે કામ કરે છે. અમેરીલ માર્ગ મકાન વિભાગનુ સાફ સફાઇનુ કામ પણ તેની પાસે છે. જેથી અવાર નવરા માણસોનો પગાર ચુકવવા માટે ત્યાં જતો હતો. આ દરમિયાન એકાઉન્ટીંગ શાખાના ક્લાર્ક કુલદીપ ભરત વાધાણીના સુપરવિઝર તથા આઉટ સોર્સીંગના માણસો સાથે માથાકુટ કરતો હતો. જેથી કુલદીપની ફરીયાદોથી કંટાળી જઇ તેણે પાણીચુ આપવાના હેતુથી ભરત વાધાણીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે કાર્યપાલક એન્જીનીયર એન.જી શીલુને ફોન કરી કુલદીપની તાત્કાલીક જુનાગઢ ખાતે બદલી કરવા ફોન કર્યો હતો.

(11:09 pm IST)