Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

અમદાવાદ મનપાની ઘોર બેદરકારી : કુશાભાઉ ઠાકરે હોલના પાર્કિગમાં ભરાયેલા વરસાદી પાણીનો 5 દિવસથી નિકાલ નહીં

વરસાદના ભરાયેલા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો: પાણી બનશે સ્થાનિકો માટે રોગચાળાનું કારણ

ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની લાલીયાવાડીનું વધુ એક પ્રમાણ છતુ કર્યું છે. મનપાની ઉદાસીન કામગીરીથી જ્યારે રોગચાળાનો ખતરો વધતો જણાયો છે

  મહાનગરપાલિકા સંચાલિત કુશાભાઉ ઠાકરે હોલના પાર્કિગમાં ભરાયેલા વરસાદી પાણીના છે. ૧૬ મી જુલાઇના રોજ પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેના લીધે શહેરમા ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે કોર્પોરેશન સંચાલિત કુશાભાઉ ઠાકરે હોલમાં પણ પાણી ભરાયા હતા. વરસાદ આવી ને જતો પણ રહ્યો, છતાં તંત્રએ પાણી દુર કરવાની તસ્દી લીધી નહીં, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. જેના લીધે મચ્છરના બ્રિડિંગ પણ વધી રહ્યાં છે અને ઉપરથી ગંદકી પણ ફેલાઇ રહી છે, જેના કારણે આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

વર્ષ ૨૦૦૯માં કુશાભાઉ ઠાકરે હોલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ હોલમાં ઘણા બધા પ્રસંગો થાય છે પરંતુ હોલની જાળવણી બાબતે કોર્પોરેશન ઉદાસીન ઉડીને આંખે વળગી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન આ અંગે ક્યારે કાર્યવાહી કરશે. ?

(10:40 pm IST)