Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

રાજ્યના 42 તાલુકામાં વરસાદ :સૌથી વધુ જામજોધપુરમાં 3 ઇંચ ખાબક્યો : કેશોદમાં 2.7 ઇંચ,માણાવદરમાં 2.5 ઇંચ અને જામનગરમાં 2.4 ઇંચ વરસાદ

વાંકાનેરમાં 1.8 ઈંચ, ધ્રોલમાં 1.6 ઈંચ,ખંભાળીયામાં 1.6 ઈંચ, માંગરોળમાં 1.4 ઈંચ, લાલપુરમાં 1.2 ઈંચ, કાલાવડમાં 1.2 ઈંચ,અને વેરાવળમાં 1.1 ઈંચ વરસ્યો

અમદાવાદ : રાજ્યના 42 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ જામનગરના જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના કેશોદમાં 2.7 ઈંચ વરસાદ, જૂનાગઢ માણાવદરમાં 2.5 ઈંચ, જામનગરમાં 2.4 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.8 ઈંચ, જામનગરના ધ્રોલમાં 1.6 ઈંચ, દેવભૂમિદ્વારકાના ખંભાળીયામાં 1.6 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.4 ઈંચ, જામનગરના લાલપુરમાં 1.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 1.2 ઈંચ, ગીરસોમનાથના વેરાવળમાં 1.1 ઈંચ વરસાદ પડ્યો હતો.

(11:15 pm IST)