Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

ઉમરગામમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ: બે કલાકમાં અનરાધાર સાડા આઠ ઈંચ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા : ઘરોમાં ઘુસ્યા પાણી

ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં ઉમરગામમમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ અનરાધાર સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તાથી લઈ લોકોના ઘરની અંદર પાણી જ પાણી જોવા મળ્યા હતા

ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા બે કલાકમાં આઠ ઈંચ વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં વરસેલા પહેલા વરસાદથી જ ઉમરગામ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે.

વલસાડ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ઝાડ પડ્યું હતું

(7:36 pm IST)