Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

વડોદરામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાડી, માંજલપુર, રાવપુરા, કારેલીબાગ અને સયાજીગંજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ

વડોદરા: શહેરમાં  ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો છે,વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વડોદરાના વાડી, માંજલપુર, રાવપુરા, કારેલીબાગ અને સયાજીગંજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી હતી.

છેલ્લા બે દિવસથી શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. જોકે, આજે બપોર બાદ હળવો વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી. વડોદરા ઉપરાંત પાદરામાં પણ ભારે વરસાદ થયો હોવાની માહિતી મળી છે.

ત્યારે આજે ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા બે કલાકમાં આઠ ઈંચ વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં વરસેલા પહેલા વરસાદથી જ ઉમરગામ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે.

વલસાડ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ઝાડ પડ્યું હતું

(7:07 pm IST)