Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 121.20 મીટરે પહોંચી :23 હજાર ક્યૂસેક પાણીની આવક

કેનાલમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : ડેમ ખેડૂતોને સિંચાઈ માટે અને પીવાના પાણી પહોંચાડવામાં સક્ષમ

 

રાજપીપળા: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 38 સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.20 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 23,108 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે. હાલ ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે અને ધીરે ધીરે પાણીની આવક થઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીના સંગ્રહ કરવા નર્મદા ડેમ ખાતેના 1200 મેગા વોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી. બંને ડેમ ભરાયા બાદ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે.

નર્મદા બંધની જળસપાટી હાલની પરિસ્થિતિએ ખુબ નીચી સપાટી કહેવાય, કેમ કે સારા વરસાદને લઈને પાવરહાઉસ ચલાવી ઘણું પાણી ખર્ચ કરી દીધું અને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ કેવડિયા ખાતે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને 12 કિમિ નું સરોવર ભરવા લાખો ક્યુસેક પાણી જરૂર પડશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાણીમાં ઉભું હોય એમ દેખાશે. તમામ બાબતોને ધ્યાનમાં રાખી નર્મદા બંધની જળસપાટી વધારવામાં આવી રહી છે.

બીજી બાજુ ગુજરાત માટે સારા સમાચાર પણ કહી શકાય. નર્મદા બંધ સપાટીમાં છેલ્લા 2 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા ત્યાનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે, 23 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં 1413.66 MCM લાઈવ પાણીનો જથ્થો છે અને ગુજરાત માટે કેનાલમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે. ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. અને નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકવાના છે. એટલે વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું છે. વર્ષે પાણીની તંગી પડે માટે નર્મદા ડેમ સક્ષમ થવા જઈ રહ્યો છે.

(12:40 am IST)