Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દેડીયાપાડા LIB પોલીસ કોન્સ્ટેબલને કોરોના વોરિયર્સ તરીકે પસંદગી કરી પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલિસ સ્ટેશનનાં LIB પોલીસ કોન્ટેબલ મંગુભાઈ બીલાભાઈ વસાવાને તેમની નીડર કામગીરી અને ત્વરિત સેવાઓ બદલ કોરોના વોરિયર્સ તરીકે પસંદગી કરીને દેડીયાપાડા પ્રાંત અધિકારી દિપકભાઈ બારીયા ના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.
  તેઓએ કોરોના જંગ સાથે લડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે.જ્યારે સમગ્ર વિશ્વ હાલ વત્તા ઓછા અંશે કોરોના વાયરસ (Covid -19) થી સંક્રમિત છે. નર્મદા જિલ્લામાં પણ તેની અસર છે.જિલ્લામાં કોરોના વાયરસ ના સંક્રમણને અંકુશિત રાખવા માટે સમગ્ર વહીવટી તંત્ર અવિરત પ્રયાસો કરી રહ્યું છે ત્યારે વિશ્વ વ્યાપી રોગચાળા સામેના સંઘર્ષમાં સામાજીક જવાબદારી તથા અંગત હિતો કરતા તેમણે ફરજને વધુ પ્રાધાન્ય આપી નિષ્ઠાપૂર્વક અવિરત કામગીરી કરી છે.જેને ધ્યાનમાં લેતા LIB પોલીસ કોનસ્ટેબલ મંગુભાઈ બી.વસાવા ને 74 માં સ્વતંત્ર પર્વ નિમત્તે પ્રાંત અધિકારી દિપકભાઈ બારીયા ના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે કોરોના વોરિયર્સ નું અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું પણ સન્માન કરવામાં.આવ્યું હતું

(10:33 pm IST)