Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ડ્રગ્સ માફિયાઓના ઇન્ટરનેશનલ કનેક્શનો પરથી પડદો હટાવનાર ગુજરાત કેડરના આઇપીએસ મહત્વના સ્થાને મુકાયા : બીએસએફના નવા ડીજી તરીકે રાકેશ આસ્થાનાની પસંદગી

ગુજરાત કેડરના 1984 બેચના સિનિયર આઇપીએસ અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા રાકેશ આસ્થાનાની બોર્ડર સિક્યુરિટી ફોર્સ ( બીએસએફ ) ના ડીજી  તરીકે નિમણુંક કરતો હુકમ કરવામાં આવ્યો છે,

  ગુજરાતના પોલીસના કાર્યદક્ષ અને હાઈ પ્રોફાઈલ અધિકારી તરીકે દેશભરમાં જાણીતા એવા રાકેશ આસ્થાના હાલમાં એરપોર્ટ ઓથોરિટી ( વિજિલન્સ ) ના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવવાની સાથોસાથ દેશના નાર્કોટિક્સ બ્યુરોના વડાનો ચાર્જ પણ ધરાવતા હતા,નાર્કોટિક્સ બ્યુરોના વડા તરીકે તેઓએ ડ્રગ્સ માફિયાઓના ઇન્ટરનેશનલ કનેક્શનો પરથી પડદો હટાવતા વિશ્વ લેવલે ખળભળાટ મચી ગયો હતો

  એક સમયે જામનગરના એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા રાકેશ આસ્થાનાએ સીબીઆઇમાં એક યુગમાં એસપી દરજ્જે ધનબાદ ( બિહાર ) માં ફરજ બજાવી હતી,જે તે સમયે લાલુ પ્રસાદ યાદવના બહુચર્ચિત ચારાકાંડમાં લાલુ પ્રસાદ યાદવની ધરપકડ થઇ શકે તેવા પુરાવા સીબીઆઈ પાસે હોવાની જાહેરાત તેઓ દ્વારા થઇ હતી,

સુરતના કાર્યકાળ દરમિયાન અશારામબાપુ સાથેના આક્ષેપોની તપાસ તેઓના નેતૃત્વમાં જ કરવામાં આવી હતી,

(8:33 pm IST)