Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સિંગાપોર-દુબઇની જેમ નિર્માણ પામશે ગગનચૂંબી ઇમારતો : સરકારે આપી મંજુરી

રાજકોટ સહિતના શહેરોમાં બની શકશે ૭૦થી વધુ માળની ઇમારતો

અત્યાર સુધી ૨૨-૨૩ માળની જ અપાતી હતી મંજુરી : મહાનગરોની આગવી ઓળખ ઉભી થાય એ માટે આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને અપાશે પરવાનગી

અમદાવાદ,તા. ૧૮: રાજયમાં હવે ૭૦ માળની ઈમારતો બનાવવા મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂરી આપી છે. અત્યાર સુધી ૨૨-૨૩ માળની ઈમારતોના બાંધકામને જ મંજૂરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના ૫ મહાનગરો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજયના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. રાજયમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦ થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ૫ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ રાજયમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે, તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેકટ રેશીયો (લઘુત્ત્।મ પહોળાઇ :ઊંચાઇ) ૧: ૯ કે વધુ હોય તેને લાગુ થશે. આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જયાં હાલ CGDCR મુજબ બેઈ{ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.

આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.

સત્ત્।ામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.

૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.

૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્ત્।મ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર

૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્ત્।મ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર

મહત્ત્।મ જ્લ્ત્ ૫.૪ મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIના ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે

રહેણાંક / વાણિજયક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીકસ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.

પાર્કિંગમાં ઇલેકટ્રીક ચાર્જીંગની ફેસિલીટી ફરજીયાત રાખવાની રહેશે

વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે

અમદાવાદ સહિત રાજયના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ દ્યણી વધી જાય છે. શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્ત્।મ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે તે હેતુથી ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

(11:12 am IST)