Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર દેશના નવા બોર્ડર વડાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે... : હું મારી પસંદગી સાર્થક ઠેરવી, ગુજરાતની આન બાન અને શાનને ઉંચાઇએ પહોંચાડીશ : રાકેશ આસ્થાના

રાજકોટઃ દેશના નવા બોર્ડર વડા તરીકે પસંદગી પામનાર રાકેશ આસ્થાનાએ અકિલાને જણાવ્યું હતું કે હું મારી પસંદગી સાર્થક ઠેરવીશ, ગુજરાતની આન બાન અને શાનને ઉંચાઇએ પહોંચાડીશ. અત્રે યાદ રહે કે એવીયેશનના ડાયરેકટર ઓફ વીજીલન્સ  જેવા પ્રતિષ્ઠાભર્યા પદ સાથે ડ્રગ્સ માફીયાઓને કંટ્રોલ કરી આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટ છીન્ન-ભીન્ન કરવા મોદી સરકારે પોતાના અત્યંત વિશ્વાસુ એવા રાકેશ આસ્થાનાને દેશના નાર્કોટીકસ બ્યુરોના વડા તરીકેનો ચાર્જ આપતા તેઓએ ડ્રગ્સ માફીયાઓની ઇન્ટરનેશનલ  સીન્ડીકેટનો પર્દાફાશ કરવા સાથે જે આક્રમકતાથી પગલા લીધા તેના કારણે સમગ્ર દુનિયાના ડ્રગ્સ માફીયાઓ હચમચી ઉઠયા છે. તેઓની આવી કામગીરી ધ્યાને લઇ કેન્દ્ર સરકારે દેશના બોર્ડર વડાની સાથોસાથ નાર્કોટીકસ બ્યુરોના વડાનો ચાર્જ પણ યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાત કેડરના અધિકારીને ખુબ જ મહત્વની અને પ્રતિષ્ઠાભરી જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
 

(12:59 pm IST)