Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવા લાગ્યા સંભવીત રોગચાળા ડામવા ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ

દવાનો છંટકાવ-ધનવંતરી રથના માધ્યમથી આરોગ્યની ચકાસણી

રાજકોટ, તા. ૧૮ :  સુરતમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે ત્રણ દિવસ પહેલા ખાડીપુરની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદ બંધ રહેતા હવે ખાડી પુરના પાણી ઓસરવા લાગ્યા છે. ત્યારે ઘરમાં ઘુસી ગયેલા પાણીના કારણે રોગચાળાની ભીતી સેવાઇ રહી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુર બાદ ચાર દિવસે પાણી ઓસરવાનું શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત મહાનગરપાલીકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી છે. ૧૭ ટન કચરાનો નિકાલ કરી સમગ્ર વિસ્તારમાં ધનિષ્ઠ સફાઇ ઝુબેશ હાથ ધરાઇ છે.

મીઠી ખાડી હજુ તેની ૭.પ૦ મીટરની ભયજનક સપાટી પર વહી રહી છે. ત્યાં આસપાસના વિસ્તારમાં હજુ પાણી ભરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સંભાવિત રોગચાળા સામે જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. રોગચાળા સામે તકેદારીના પગલા રૂપે ધનવંતરી રથ દ્વારા લોકોનું આરોગ્ય તપાસાઇ રહ્યું છે.

(2:58 pm IST)