Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધોરણ-૩થી ૧૨ના વિદ્યાર્થીઓની બીજી એકમ કસોટી ઓગસ્ટના અંતમાં લેવાશે

હજુ પ્રથમ એકમ કસોટીને માંડ મહિનો થયો

અમદાવાદ,તા.૧૮: રાજ્યભરની તમામ શાળાઓમાં જુલાઈ માસના અંતમાં ધોરણ-૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટેની પ્રથમ એકમ કસોટી યોજાઈ હતી. હવે ઓગસ્ટ માસના અંતમાં બીજી એકમ કસોટી યોજવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ બીજી એકમ કસોટી યોજાશે, જેના પ્રશ્નપત્ર ૨૬ ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓને સોફટ કોપી અથવા હાર્ડ કોપીમાં આપી દેવામાં આવેશ. આ વખતે કસોટી સમયે વેબસાઈટ પર પણ પ્રશ્નપત્ર મુકવામાં આવશે, જેથી વાલીઓને પ્રશ્નપત્ર મેળવવામાં મુશ્કેલી ન પડે. એકમ કસોટીના જવાબ લખી ઉત્તરવહી ૫ સપ્ટેમ્બર સુધીમાં સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.રાજ્યની પ્રાથમિક સ્કૂલો ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજાશે. ધોરણ-૩થી ૫માં પર્યાવરણ વિષયની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-૬થી ૮માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની પરિક્ષા લેવામાં આવશે. આ પરિક્ષા માટે વિદ્યાર્થીઓ સુધી ૨૬ ઓગસ્ટ સુધીમાં હાર્ડ કોપી અથવા સોફટ કોપીમાં પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવશે. પ્રશ્નપત્રના જવાબ લખી ઉત્તરવહીઓ સ્કૂલમાં વાલીઓએ ૫ સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવાની રહેશે.

ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટેની એકમ કસોટી પણ ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ યોજાશે.

(3:54 pm IST)