Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પ્રજાહિત અને કાયદો વ્યવસ્થાના પાલનમાં સરકાર કદી પણ પોલીસને રોકશે નહિઃ મુખ્યમંત્રી રૂપાણી

રાજયના વિકાસને સોળે કળાએઙ્ગખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાનો ફાળો : ઈમાનદારી અને કડકાઈથી કામ કરી અસામાજીકો, ગુનેગારોને ધૂળ ચાટતા કરવા અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ વેગવાન બનાવવા પણ પોલીસ અધિકારીઓનેઙ્ગવિજયભાઇ રૂપાણીની સ્પષ્ટ સૂચનાઃ કોરોના કાળમાં પોલીસે કરેલી પ્રસંશનીય કામગીરીને પણ બીરદાવી : પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવું કામ કરોઃ અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી કાયદાનો અમલ કરવા પોલીસને સુચનાઓ : ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજયના મહાનગરોના પોલીસ કમિશનરો,ઙ્ગ રાજયની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી : શાંત, સલામત અને સુરક્ષિત રાજય તરીકેને ગુજરાતની ઓળખ વધુ આગળ વધારવી છે

રાજકોટ તા. ૧૮: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજયના પોલીસ અધિકારીઓનેઙ્ગ સ્પષ્ટ પણે જણાવ્યુંઙ્ગછે કે પ્રજાહિતનાઙ્ગ કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજય સરકાર કયારેય તેમનેઙ્ગરોકશે નહિ. જેથી પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે રાજયના વિકાસને સોળે કળાએઙ્ગખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે. પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવી સમજણ સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી કાયદાનો અમલ કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજયના મહાનગરોના પોલીસ કમિશનરો,ઙ્ગ રાજયની  વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સઙ્ગ તરીકે રાજય ના પોલીસ બેડાએ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજા હિતમાં કરી છે તેની પણ પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએઙ્ગ લોકડાઉનના પાલન અને હવે અનલોકડાઉનની સ્થિતિમાં પણઙ્ગ પોલીસને તેની કામગીરી માટેઙ્ગઅભિનંદન પાઠવ્યા હતાં.તેમણે જણાવ્યું કે રાજય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજજ કર્યું છે અને સાયબર ક્રાઇમ, સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેકટ વગેરે દ્વારાઙ્ગ સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અનેઙ્ગસંશોધનમાં ઝડપ આવી છે

શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજય પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે તે ટેકનો સેવી છે તેમની સેવાઓઙ્ગ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલીસની  પક્કડ અને છાપ જ એવા હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથુ જ ન ઊંચકી શકે. ઈમાનદારી અને કડકાઈથી કામ કરવા પોલીસ અધિકારીઓનેઙ્ગ સ્પષ્ટ સૂચના આપી હતીે.  તેમણે વધુમાં કહ્યું હતું કે  ભ્રષટાચારવિરોધી ઝુંબેશ વેગવાન બનાવીને ભ્રષ્ટાચાર સામે ઝીરોઙ્ગ ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ઘ છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરોમાંઙ્ગ પણ ક્રાઇમ રેટ ના વધેઙ્ગ તેની કાળજી લેવા તાકીદ કરી હતી.

તેમણેઙ્ગઅંતમાં એમ પણઙ્ગ કહ્યું  હતું કે ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજય તરીકેને ઓળખ છે તેને આપણેઙ્ગવધુ આગળ વધારવી છે.

(4:34 pm IST)