Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગુજરાતની સરકારી કોલેજોમાં બઢતી-બદલીનો ધાણવો : ૩૯ પ્રોફેસર પ્રિન્સિપાલ બન્યા

રાજકોટ, તા. ૧૮ : લાં..બા સમયથી પડતર રહેલ માંગણી પર આખરે રાજય સરકારના શિક્ષણ વિભાગે મંજૂરીની મહોર મારી છે.જાણવા મળતી વિગત મુજબ શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળની રાજય સરકારી કોલેજોમાં બદલી અને બઢતીની કાર્યવાહીને મંજૂરી મળી છે. ગુજરાતની ૯ સરકારી કોલેજના પ્રિન્સિપાલોને જાહેર હિત અને સ્વવિનંતીના રીમાર્ક સાથે બદલી કરવામાં આવી છે. જયારે રાજયની વિવિધ સરકારી કોલેજમાં ફરજ બજાવતા વ્યાખ્યાતાઓને પ્રિન્સિપાલ તરીકે બઢતી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(3:56 pm IST)