Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જીટીયુને અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન ઓન ઈનોવેશન એચીવમેન્ટ એવોર્ડમાં: સમગ્ર દેશમાં ૫માં સ્થાને

ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડૂ દ્વારા જાહેરાત : દેશભરમાંથી જુદી-જુદી કેટેગરીની કુલ ૬૭૪ અરજીમાંથી જીટીયુએ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડેડ યુનિવર્સિટીની કેટેગરીમાં ગુજરાતનું નામ રોશન કર્યું

અમદાવાદ,તા.૧૮ : માનવ સંસાસધન અને વિકાસ મંત્રાલયના ઈનોવેશન સેલ દ્વારા સ્ટાર્ટઅપ , ઈનોવેશન , એન્ટરપ્રિન્યોરશિપ અને આઈપીઆર જેવી વિવિધ પ્રવૃત્ત્િ।ને વેગ મળે તે હેતુસર વર્ષ-૨૦૧૯દ્મક અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન ઓન ઈનોવેશન એચીવમેન્ટ એવોર્ડ (એરીયા) આપવાની શરૂઆત કરેલ છે. વર્ષ-૨૦૨૦નીએરીયા રેન્કિંગની જાહેરાત આજ રોજ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડૂ દ્વારા કરવામાં આવી છે. આ રેન્કિંગમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ(જીટીયુ) ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડેડ યુનિવર્સિટીની કેટેગરીમાં સમગ્ર દેશમાં ૫માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પ્રસંગે દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડૂ , માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય મંત્રી રમેશ પોખરીયાલ નિશંક , રાજય મંત્રી સંજય સામરાઓ ધોત્રે , એઆઈસીટીઈના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુધ્ધે અને એમએચઆરડી ઈનોવેશન સેલના ડિરેકટર મોહીત ગંભીર ડિજીટલી ઉપસ્થિત રહ્યા હતાં. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલ સચિવ ડો. કે.એન. ખેર દ્વારા જીઆઈસીના ડાયરેકટર ડો. સંજય ચૌહાણ અને સમગ્ર જીટીયુ પરિવારને આ બદલ અભિનંદન પાઠવ્યા છે.

એરીયા દ્વારા જીટીયુમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલાવવામાં આવતી સ્ટાર્ટઅપ, ઈનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ, આઈપીઆર , ડિઝાઈન થીંકીંગ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ,  રીજનલ ઈન્યુબેશન સેન્ટર , જીઆઈસી કલબ અને સંકુલની વિવિધ પ્રવૃત્ત્િ।ને ધ્યાનમાં લઈને ટોપ ફાઈવમાં જીટીયુની પસંદગી કરવામાં આવી છે. રાજયમાંથી જીટીયુ સહિત આંણદ કૃષી યુનિવર્સિટીએ પણ ટોપ ફાઈવમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર રાજય માટે ગૌરવની વાત છે. આગામી દિવસોમાં જીટીયુ જીઆઈસીને વિવિધ આયામ પર વિસ્તૃત સ્વરૂપે લાભ મળશે.

(4:26 pm IST)